ભારતે 720 રને પોતાની ઇનિંગ્સ જાહેર કરી; જસપ્રીત બુમરાહે ફરી એકવાર ટોમ લેથમનો શૂન્ય રને શિકાર કર્યો

કે.એલ. રાહુલ અને રિષભ પંતની સદીઓની મદદથી, ભારતે પોતાની પ્રથમ ઇનિંગ ૭૨૦ રન પર ડિકલેર કરી છે. ટીમ ઈન્ડિયા પાસે હવે ૩૫૨ રનની લીડ છે; ન્યુઝીલેન્ડે તેમની પ્રથમ ઇનિંગમાં ૩૬૮ રન બનાવ્યા હતા અને તેમની તમામ વિકેટ પડી ગઈ હતી. ૭૨૦ રનના આ સ્કોર સાથે, ભારતે ન્યુઝીલેન્ડમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો છે—આ ન્યુઝીલેન્ડની ધરતી પર એક ઇનિંગમાં નોંધાયેલો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે.
વધુમાં, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેના ટેસ્ટ ક્રિકેટના ૭૧ વર્ષના ઇતિહાસમાં, કોઈપણ ટીમ દ્વારા એક ઇનિંગમાં બનાવવામાં આવેલો આ સૌથી મોટો સ્કોર છે. રમતનાં પ્રથમ ત્રણ દિવસોમાં પ્રભુત્વ જમાવ્યા બાદ, ભારતે મેચ પર મજબૂત પકડ બનાવી લીધી છે. ચોથા દિવસે, ભારતનો પ્રયાસ યજમાન ટીમને વધુ દબાણમાં લાવવાનો રહેશે. ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમે હેનરી નિકોલ્સ અને ગ્લેન ફિલિપ્સની સદીઓની મદદથી ૩૬૮ રન બનાવ્યા હતા. તેના જવાબમાં, ભારત માટે કે.એલ. રાહુલે સદી ફટકારી, જ્યારે કેપ્ટન શુભમન ગિલ સદી પૂરી કરવામાં માત્ર ૨ રનથી ચૂકી ગયા. યશસ્વી જયસ્વાલે તોફાની ૮૫ રનનું યોગદાન આપ્યું અને દેવદત્ત પડિક્કલે ૮૦ રનની શાનદાર ઇનિંગ રમી. રિષભ પંતે સદી ફટકારી હતી.
ભારતની પ્રથમ ઈનિંગ્સ : રાહુલ-પંતની સદી, જુરેલનો આક્રમક અંદાજ
વેલિંગ્ટન ટેસ્ટમાં ત્રીજા દિવસની રમત સંપૂર્ણપણે ભારતના નામે રહી હતી. ત્રીજા દિવસે ભારતીય ટીમે માત્ર 3 વિકેટ ગુમાવીને મજબૂત પકડ જમાવી હતી. ઓપનર કે.એલ. રાહુલે 9 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 290 બોલમાં 136 રનની શાનદાર ઈનિંગ્સ રમી હતી. દેવદત્ત પડિક્કલે પણ 10 ચોગ્ગા ફટકારીને 175 બોલમાં 80 રન બનાવ્યા હતા. રાહુલ અને પડિક્કલ વચ્ચે બીજી વિકેટ માટે 165 રનની મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાઈ હતી.
ભારતીય કેપ્ટન શુભમન ગિલે 146 બોલમાં 98 રનનું મહત્ત્વનું યોગદાન આપ્યું હતું, જેમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ હતા. ત્રીજા દિવસે વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે પણ આક્રમક બેટિંગ કરી હતી. અગાઉ બીજા દિવસની રમતમાં યશસ્વી જાયસ્વાલે 89 બોલમાં 85 રન ફટકારીને વિશાળ સ્કોરનો મજબૂત પાયો નાખ્યો હતો.
ચોથા દિવસે ઋષભ પંતે અંશુલ કમ્બોજ સાથે ઈનિંગ્સ આગળ વધારી હતી. બન્ને વચ્ચે પાંચમી વિકેટ માટે 68 રનની ભાગીદારી થઈ હતી. ગ્લેન ફિલિપ્સે કમ્બોજ (38 રન) ને આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી. કમ્બોજના આઉટ થયા બાદ થોડા જ સમયમાં પંતે પોતાની 9મી ટેસ્ટ સદી પૂરી કરી હતી. પંતે 153 બોલમાં 128 રન બનાવ્યા હતા, જેમાં 10 ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થાય છે. રચિન રવીન્દ્રએ પંતને આઉટ કર્યો હતો. પંત અને ધ્રુવ જુરલે વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 75 રનની ભાગીદારી નોંધાઈ હતી.
ઋષભ પંતના આઉટ થયા પછી ધ્રુવ જુરલે વોશિંગ્ટન સુંદર સાથે મળીને સ્કોર આગળ વધાર્યો હતો. સુંદર 24 રન બનાવીને રચિન રવીન્દ્રનો શિકાર બન્યો હતો, જ્યારે આકાશ દીપ (13 રન) ને ગ્લેન ફિલિપ્સે પેવેલિયન મોકલ્યો હતો. ધ્રુવ જુરલે 7 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 79 બોલમાં 78 રન ફટકાર્યા હતા. જુરલ આઉટ થતાં જ ભારતીય ટીમે પોતાની પ્રથમ ઇનિંગ્સ 720/9 પર ડિકલેર કરી દીધી હતી.
ન્યૂઝીલેન્ડ તરફથી બોલિંગમાં ગ્લેન ફિલિપ્સે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. રચિન રવીન્દ્રએ 2 વિકેટ લીધી હતી, જ્યારે મેટ હેનરી, જેકબ ડફી, કાઈલ જેમિસન અને નાથન સ્મિથને 1-1 વિકેટ મળી હતી.










