સૂર્યકુમાર યાદવને મોટો ઝટકો, ભારતીય ટીમની T20 યોજનાઓમાંથી બહાર; રિપોર્ટમાં સામે આવ્યું ચોંકાવનારુ અપડેટ

સૂર્યકુમાર યાદવને મોટો ઝટકો, ભારતીય ટીમની T20 યોજનાઓમાંથી બહાર; રિપોર્ટમાં સામે આવ્યું ચોંકાવનારુ અપડેટ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

સૂર્યકુમાર યાદવ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઈનું નેતૃત્વ કરી રહ્યો છે. અત્યાર સુધી તેણે પોતાની ધમાકેદાર ઈનિંગ્સથી ટીમને જીત તરફ દોરી છે. તેણે ફરી એકવાર ભારતની T20 ટીમનો દરવાજો ખટખટાવ્યો છે. થોડા મહિના પહેલા તેને T20 ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો અને કેપ્ટનશિપ પણ છીનવી લેવામાં આવી હતી. સૂર્યાએ કહ્યું હતું કે તે હાર નહીં માની અને સારા પ્રદર્શન સાથે ટીમમાં પાછો ફરશે. જોકે, હવે તેની મુશ્કેલીઓ વધી ગઈ છે. એક રિપોર્ટ અનુસાર, તેને ભારતીય ટીમની T20 યોજનાઓમાંથી બહાર કરવામાં આવ્યો છે. આ તેના માટે એક રીતે ખરાબ સમાચાર છે.

સૂર્યકુમાર યાદવ પર એક મોટું અપડેટ

સૂર્યકુમાર યાદવની ભારતીય ટીમમાં વાપસી ખૂબ જ અસંભવ લાગે છે. BCCI સૂત્રો અનુસાર, સૂર્યા હવે સિલેક્ટર્સની યોજનાઓનો ભાગ નથી. BCCIના એક સૂત્રએ ANIને જણાવ્યું હતું કે, "સૂર્યકુમાર યાદવ હવે અમારી પસંદગી યોજનાઓનો ભાગ નથી. અમને વ્હાઈટ બોલ ટીમમાં યશસ્વી જયસ્વાલ માટે પણ કોઈ સ્થાન નથી મળી શક્યું. સૂર્યા ટીમમાં પાછા ફરવા માટે સખત મહેનત કરી રહ્યો છે. લિસ્ટ Aમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. પરંતુ પ્રશ્ન એ છે કે તેને વર્તમાન ભારતીય ટીમમાં ક્યાં સામેલ કરવામાં આવશે. હજુ સુધી કોઈ જગ્યા ખાલી નથી. સૂર્યાના ઘરેલુ ફોર્મના કારણે પસંદગીનું સમીકરણ નથી બદલ્યું."

જાહેરાત

સૂર્યાએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પોતાની તાકાત બતાવી

ભારતીય ટીમે આ વર્ષે માર્ચમાં સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપ હેઠળ T20 વર્લ્ડ કપ જીત્યો હતો. તેમ છતાં તેને કેપ્ટનશિપમાંથી દૂર કરવામાં આવ્યો હતો અને તેને ટીમમાં સ્થાન નહતું આપવામાં આવ્યું. શ્રેયસ અય્યરને તેના સ્થાને T20 કેપ્ટનશિપ આપવામાં આવી હતી. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં તેની ઈનિંગ્સે સિલેક્ટર્સનું ધ્યાન ખેંચ્યું છે. હૈદરાબાદ સામેની પહેલી મેચમાં તેણે 21 બોલમાં અણનમ 60 રન બનાવ્યા હતા, જેમાં છ ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. તેણે માત્ર 15 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી.

ગુજરાત સામે પણ સૂર્યાએ જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 29 બોલમાં 82 રન બનાવ્યા હતા, જેમાં નવ ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા હતા. મુંબઈએ 16મી ઓવર પહેલા જ 199 રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. ગોવા સામે પણ સૂર્યાએ 12 બોલમાં 25 રન બનાવ્યા હતા, જેમાં ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. સૂર્યાએ પોતાની રમતથી બધાના દિલ જીતી લીધા છે. ભવિષ્યમાં તે ભારતીય ટીમમાં વાપસી કરી શકશે કે નહીં તે જોવાનું બાકી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત