IND A vs PAK A / ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવો ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો? જાણો લાઈવ સ્ટ્રીમીંગની વિગતો

રાઈઝિંગ સ્ટાર્સ એશિયા કપ 2026માં ભારત અને પાકિસ્તાન ટકરાશે. બંને દેશોની A ટીમો આ ટુર્નામેન્ટમાં રમશે. રાઈઝિંગ સ્ટાર્સ એશિયા કપમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર શરૂઆત કરી હતી, પ્રથમ મેચમાં નેપાળને 306 રનથી હરાવ્યું હતું, જ્યારે પાકિસ્તાન Aએ UAE સામે 61 રનથી જીત મેળવી હતી. હવે ઈન્ડિયા A અને પાકિસ્તાન A વચ્ચે મહામુકાબલો થવાનો છે. ચાલો જાણીએ કે આ મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે લાઈવ જોવી.
મેચ ક્યારે અને ક્યાં રમાશે?
રાઈઝિંગ સ્ટાર્સ એશિયા કપ 2026માં ઈન્ડિયા A અને પાકિસ્તાન A વચ્ચેનો મુકાબલો આવતીકાલે, 22 નવેમ્બરના રોજ રમાશે. બંને ટીમો ગ્રુપ Bનો ભાગ છે અને ગ્રુપ સ્ટેજમાં આ તેમનો બીજો મુકાબલો હશે. બંને ટીમો દોહાના વેસ્ટ એન્ડ પાર્ક ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં એકબીજા સામે ટકરાશે.
મેચ કેટલા વાગ્યે શરૂ થશે?
ભારત અને પાકિસ્તાન A ટીમો વચ્ચેની મેચ સ્થાનિક સમય મુજબ બપોરે 1:00 વાગ્યે શરૂ થશે. જોકે, કતાર અને ભારતના સમય ઝોન વચ્ચે અઢી કલાકનો તફાવત છે. પરિણામે, ભારતમાં મેચ બપોરે 3:30 વાગ્યે શરૂ થશે.
તમે મેચ ક્યાં લાઈવ જોઈ શકો છો?
ઈન્ડિયા A અને પાકિસ્તાન A વચ્ચેનો રાઈઝિંગ સ્ટાર્સ એશિયા કપ 2026નો મુકાબલો સોની સ્પોર્ટ્સ નેટવર્કની ટીવી ચેનલો પર જોઈ શકાય છે. મેચ કોમેન્ટ્રી અંગ્રેજી અને હિન્દીમાં ઉપલબ્ધ રહેશે. ફેન્સ સોની લિવ એપ અને વેબસાઈટ દ્વારા બંને દેશો વચ્ચેની મેચ જોઈ શકે છે.
ટુર્નામેન્ટ માટે બંને ટીમો
ઈન્ડિયા A: અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, તિલક વર્મા (કેપ્ટન), આયુષ બડોની, રિંકુ સિંહ, કુમાર કુશાગ્ર (વિકેટકીપર), શાહબાઝ અહેમદ, સૂર્યાંશ શેડગે, વિપ્રજ નિગમ, હર્ષિત રાણા, પ્રિન્સ યાદવ, તનુષ કોટિયન, હર્ષ દુબે, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), અરશદ ખાન.
પાકિસ્તાન A: શાહઝેબ ખાન, હૈદર અલી, અબ્દુલ સમદ (કેપ્ટન), હસન નવાઝ, માઝ સદાકત, રોહેલ નઝીર (વિકેટકીપર), દાનિશ અઝીઝ, મોહમ્મદ ઈમરાન રંધાવા, મોહમ્મદ હસનૈન, અહેમદ દાનિયાલ, સુફયાન મોકિમ, અલી રઝા, સાદ મસૂદ, શમિલ હુસૈન, ફરહાન યુસુફ.








