ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં ઉથલપાથલ, જોશ હેઝલવુડે ટીમ છોડવાની 'ધમકી' આપી; પેટ કમિન્સના સપોર્ટમાં આવ્યો

'સેન્ડપેપર વિવાદ' પર ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ઉથલપાથલનો સામનો કરી રહ્યું છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા બે ભાગમાં વહેચાયેલું છે, દરેક પક્ષે પોતાના મંતવ્યો રજૂ કર્યા છે. 2018માં બોલ ટેમ્પરિંગ કૌભાંડે વ્યાપક વિવાદ ઉભો કર્યો હતો. તાજેતરમાં એવા આરોપો સામે આવ્યા હતા કે ઓસ્ટ્રેલિયન ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સ બોલ ટેમ્પરિંગ કૌભાંડથી વાકેફ હતો. ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે હવે ખુલીને કમિન્સનું સમર્થન કર્યું છે. તેણે સંકેત આપ્યો છે કે જો આ વિવાદને કારણે પેટને કેપ્ટનશિપ પરથી દૂર કરવામાં આવે તો તે ટીમ છોડવાનું વિચારી શકે છે.
પેટ કમિન્સ વિશે જોશ હેઝલવુડનું નિવેદન
ઉસ્માન ખ્વાજા, ડેવિડ વોર્નર અને કેમેરોન બેનક્રોફ્ટે તાજેતરમાં દાવો કર્યો હતો કે ટીમમાં દરેકને ખબર હતી કે સાઉથ આફ્રિકા સામે 2018ની ટેસ્ટ સિરીઝ દરમિયાન સેન્ડપેપરનો ઉપયોગ કરવામાં આવશે. જોકે, પેટ કમિન્સે દાવો કર્યો હતો કે તે આ યોજનાનો ભાગ નહતો. હવે 35 વર્ષીય ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે કમિન્સનું સમર્થન કર્યું છે.
હેઝલવુડે કહ્યું, "અમે ફરી ક્યારેય સેન્ડપેપરનો ઉપયોગ કરીશું નહીં અને પેટ કમિન્સે ટીમને આ સ્થિતિમાં લાવવામાં મોટી ભૂમિકા ભજવી છે. તેણે શાનદાર કામ કર્યું છે. તે એક શાનદાર લીડર છે. જો તમે ટીમમાં કોઈને પૂછો, તો તેઓ તમને એ જ વાત કહેશે. મને લાગે છે કે જો અમે પહેલી ટેસ્ટમાં જઈએ અને તે કેપ્ટન ન હોય, તો મને ખબર નથી કે પરિસ્થિતિ કેવી રહેશે."
જોશ હેઝલવુડે ટેસ્ટ ન રમવાની 'ધમકી' આપી!
ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝ 9 ડિસેમ્બરથી શરૂ થવાની છે. બેનક્રોફ્ટે કહ્યું હતું કે પેટ કમિન્સ બોલ ટેમ્પરિંગ વિશે જાણતો હતો અને જો આ નિવેદન પછી કમિન્સને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પદ પરથી દૂર કરવામાં આવે છે, તો તે ટીમ છોડી શકે છે અને પહેલી ટેસ્ટ નહીં રમે.
જોશ હેઝલવુડે કહ્યું, "મને લાગે છે કે મને એવી પરિસ્થિતિમાં મૂકવામાં આવશે જ્યાં મારે નિર્ણય લેવો પડશે. એટલા માટે મારે તેના વિશે વિચારવું પડશે. ઘટના પછી અમારો ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો. શું મને સેન્ડપેપર વિશે ખબર હતી? ના." ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે તે આ મામલાની તપાસ શરૂ કરશે અને સત્ય ટૂંક સમયમાં બહાર આવશે.








