કેએલ રાહુલે રચ્યો ઈતિહાસ, SENA દેશોમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ઓપનરનો રેકોર્ડ

કેએલ રાહુલે રચ્યો ઈતિહાસ, SENA દેશોમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ઓપનરનો રેકોર્ડ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

વેલિંગ્ટનના બેસિન રિઝર્વ મેદાન પર યજમાન ન્યૂઝીલેન્ડ સામે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ઓપનર કે.એલ. રાહુલે સંયમ અને ક્લાસિક ટેક્નિકનું પ્રદર્શન કરતા એક યાદગાર સદી ફટકારી છે. ન્યૂઝીલેન્ડના પ્રથમ દાવના 368 રનના જવાબમાં બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ માટે રાહુલે ત્રીજા દિવસે પોતાની સદી પૂર્ણ કરી હતી. આ શાનદાર ઈનિંગની સાથે જ તેણે ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં એક નવો સુવર્ણ અધ્યાય લખી નાખ્યો છે.

ટેસ્ટ કરિયરની 13મી અને ન્યૂઝીલેન્ડમાં પ્રથમ સદી

મેચના બીજા દિવસના અંતે 52 રન બનાવીને અણનમ રહેલા કે.એલ. રાહુલે ત્રીજા દિવસે પણ પોતાની એ જ લય જાળવી રાખી હતી. કીવી ફાસ્ટ બોલરોની આકરી કસોટી વચ્ચે રાહુલે 207 બોલનો સામનો કરીને પોતાની સદી પુરૂ કરી હતી. આ કે.એલ. રાહુલના ટેસ્ટ કરિયરની 13મી સદી છે. નોંધપાત્ર બાબત એ છે કે ન્યૂઝીલેન્ડની ધરતી પર અને કીવી ટીમ સામે આ તેની પ્રથમ ટેસ્ટ સદી છે, જેણે વર્લ્ડ ક્રિકેટની રેકોર્ડ બુકમાં તેનું નામ સુવર્ણ અક્ષરોમાં અંકિત કરી દીધું છે.

જાહેરાત

તમામ SENA દેશોમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ઓપનર

વેલિંગ્ટનમાં સદી પૂર્ણ કરવાની સાથે જ કે.એલ. રાહુલે તમામ SENA દેશો એટલે કે સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સદી ફટકારવાની અનોખી સિદ્ધિ હાંસલ કરી લીધી છે. સેના દેશોની મુશ્કેલ પરિસ્થિતિઓમાં સદી ફટકારનાર તે ભારતનો પ્રથમ ઓપનિંગ બેટ્સમેન બની ગયો છે. આ ઉપરાંત, રાહુલ હવે એશિયાના એવા દિગ્ગજ ક્રિકેટરોની ખાસ ક્લબમાં પણ સામેલ થઈ ગયો છે, જેમણે ચારેય SENA દેશોમાં સદી ફટકારવાનું ગૌરવ મેળવ્યું છે.

SENA દેશોમાં સદી ફટકારનારા એશિયાઈ ખેલાડી

મોહમ્મદ અઝહરુદ્દીન
સચિન તેંડુલકર
સઈદ અનવર
રાહુલ દ્રવિડ
યુનિસ ખાન
કુમાર સાંગાકારા
વિરાટ કોહલી

સુનીલ ગાવસ્કરના મહારેકોર્ડની બરાબરીથી માત્ર એક ડગલું દૂર

એક બેટ્સમેન તરીકે SENA દેશોની પડકારજનક પિચો પર કે.એલ. રાહુલની આ 7મી ટેસ્ટ સદી છે. આ મામલે તે હવે ભારતના મહાન પૂર્વ ઓપનર સુનીલ ગાવસ્કરના 8 સદીના મહારેકોર્ડની બરાબરી કરવાથી માત્ર એક સદી દૂર છે.

SENA દેશોમાં સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનાર ભારતીય ઓપનરભારત

સુનીલ ગાવસ્કર - 8 સદી
કે.એલ. રાહુલ - 7 સદી
યશસ્વી જયસ્વાલ - 3 સદી
વિનૂ માંકડ - 3 સદી
વિરેન્દ્ર સહેવાગ - 3 સદી
રવિ શાસ્ત્રી - 3 સદી

આ સમાચાર શેર કરો

જાહેરાત