Video: અમેરિકન કોર્ટનો NSA અજિત ડોભાલને સમન્સ પાઠવવાનો આદેશ, ભારતે તમામ આરોપો પાયાવિહોણા ગણાવ્યાં

સોર્સ: gstv

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ દ્વારા દાખલ કરવામાં આવેલા એક કેસના સંદર્ભમાં અમેરિકાની એક કોર્ટે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને સમન્સ મોકલવાનો આદેશ જારી કર્યો છે. જોકે, અમેરિકન કોર્ટના આ પગલા પર ભારતે આકરો વળતો પ્રહાર કરતા આ સમગ્ર મામલાને સંપૂર્ણપણે પાયાવિહોણો ગણાવીને ફગાવી દીધો છે. અમેરિકન કોર્ટે દિલ્હીની અદાલતોના માધ્યમથી માત્ર NSA અજિત ડોભાલ જ નહીં, પરંતુ ભારતીય ગુપ્તચર એજન્સી RAWના પૂર્વ વડા સામંત ગોયલને પણ સમન્સ મોકલવાનો આદેશ આપ્યો હતો. આ મુદ્દે જ્યારે વિદેશ મંત્રાલયએ આવા પાયાવિહોણા કેસને ફગાવી લીધો છે. અમેરિકાના ન્યૂયોર્કના દક્ષિણી જિલ્લાની એક ડિસ્ટ્રિક્ટ કોર્ટે ગત 13 નવેમ્બરના રોજ આ આદેશ જારી કર્યો હતો. કોર્ટે પોતાના ક્લર્કને સૂચના આપી હતી કે અજિત ડોભાલ માટે દિલ્હીની પટિયાલા હાઉસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અને સામંત ગોયલ માટે દ્વારકા તેમજ તીસ હજારી કોર્ટમાં સમન્સ અને તેની સાથે જોડાયેલા દસ્તાવેજો મોકલવામાં આવે. આમ, અમેરિકન અદાલતે દિલ્હીની સ્થાનિક કોર્ટો દ્વારા બંને અધિકારીઓને સમન્સ બજાવવા માટે કહ્યું હતું.

આ સમાચાર શેર કરો

જાહેરાત