Video: જ્યારે દુનિયામાં અશાંતિ છે તેવામાં ભારતમાં સભ્યતાઓ અને સાંસ્કૃતિક જોડાણ પર મંથન થઈ રહ્યું છેઃ પીએમ મોદી

સોર્સ: gstv

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સિવિલાઈઝેશન ડાયલોગ ફોરમનું ઉદ્ઘાટન કર્યું હતું. પીએમ મોદીએ જણાવ્યું કે વિશ્વમાં યુદ્ધ અને અશાંતિનો માહોલ છે, ત્યારે ભારતમાં સભ્યતાઓ વચ્ચે સંવાદ અને સાંસ્કૃતિક જોડાણ અંગે મંથન થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશને સ્થાપનાનાં 25 વર્ષ પૂર્ણ કર્યા છે અને આ સમયગાળામાં સુરક્ષા, કનેક્ટિવિટી તથા અર્થતંત્રના ક્ષેત્રે સહયોગ વધ્યો છે. હવે સભ્ય દેશો વચ્ચે સાંસ્કૃતિક અને સભ્યતાગત સહયોગ સંબંધોને વધુ મજબૂત બનાવી શકે છે. ઉદ્ઘાટન પહેલાં પીએમ મોદીએ 18મી સદીની દુર્લભ મહાભારત હસ્તપ્રત પર આધારિત પ્રદર્શન અને 'અસ્તિત્વ – આપણા અસ્તિત્વનો સાર' પ્રદર્શનનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં 1200 ઈસવીસન પૂર્વેથી 1200 ઈસવીસન સુધીના દિલ્હીના ઐતિહાસિક અને પુરાતત્ત્વીય વારસાની ઝલક રજૂ કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત