CM યોગીની આગ્રા મુલાકાત રદ, દિલ્હીમાં અમિત શાહ સાથે મુલાકાત કરશે

ઉત્તરપ્રદેશમા મુખ્ય.મંત્રી યોગી આદિત્યનાથ બે દિવસની આયોજિત ભાજપની ચિંતન શિબિરામાં છે, તેઓ આજે મથુરાથી આગ્રા જવાના હતા પરંતુ તેમની આ યાત્રા અચાનક કેન્સલ થઈ ગઈ હતી. હવે મુખ્યમંત્રી મથુરાથી સીધા દિલ્હી જશે. ત્યાં તેઓ કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતશાહ સાથે તેમની મુલાકાત યોજાશે. આ બે દિવસના બેઠકની રિપોર્ટ મુખ્યમંત્રી યોગી દિલ્હી લઈને જવાના છે. વિધાનસભા ચૂંટણી મામલે અમિતશાહને હાલની સ્થિતિ જણાવશે.
મથુરામાં યોજાયેલી 'ચિંતન બેઠક'નો 'રિપોર્ટ કાર્ડ' દિલ્હી લઈ જશે
અગાઉથી નક્કી થયેલા કાર્યક્રમ મુજબ, મથુરામાં 'ચિંતન બેઠક' પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી યોગી બપોરે આગ્રા જવાના હતા. ત્યાં તેઓ પક્ષના દિવંગત ધારાસભ્યના પરિવારને મળીને સંવેદના વ્યક્ત કરવાના હતા. જોકે, દિલ્હીથી આવેલા બોલાવા અને બદલાયેલા રાજકીય કાર્યક્રમોને કારણે તેમની આગ્રાની મુલાકાત હવે મુલતવી રાખવામાં આવી છે.












