Video: મહિલા સંસદસભ્યોનું સંમેલન

સોર્સ: gstv

કર્ણાટકના બેંગલુરુમાં પ્રથમ કોમનવેલ્થ મહિલા સંસદસભ્ય સંમેલન 2026ના આયોજનને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ સંમેલનમાં કોમનવેલ્થ દેશોની મહિલા સંસદસભ્યો ભાગ લેશે. સંમેલનના આયોજન માટે સ્થળ પર જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. મહેમાનોના સ્વાગતથી લઈને બેઠક અને સુરક્ષા વ્યવસ્થા સુધીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ સંમેલન મહિલા નેતૃત્વ અને સંસદીય સહભાગિતાને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા માટે મહત્વપૂર્ણ મંચ પૂરું પાડશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત