એક વર્ષના ઓનલાઈન પ્રેમનો કરુણ અંજામ! 61 વર્ષની મહિલાએ યુવક સામે એમ્બેસીમાં કરી ફરિયાદ

એક વર્ષના ઓનલાઈન પ્રેમનો કરુણ અંજામ! 61 વર્ષની મહિલાએ યુવક સામે એમ્બેસીમાં કરી ફરિયાદ
તસવીર: AI
આ સમાચાર સાંભળો

કેનેડાની એક મહિલા અને રાજસ્થાનનો એક યુવક ઓનલાઇન પ્રેમમાં પડયા હતા, બન્નેએ લગ્ન કરવાનું નક્કી કર્યું, જોકે જ્યારે કેનેડાની આ મહિલા જ્યારે ભારત આવી ત્યારે તેની ઉંમર જાણીને યુવકે ફેરવી તોડયું, પરિણામે મહિલાએ આ યુવકની સામે કેનેડિયન એમ્બેસી સમક્ષ ફરિયાદ કરી હતી.

ડેટિંગ એપ્લિકેશનના માધ્યમથી મળ્યા

જાહેરાત

હરિયાણાનો રહેવાસી નિતિન નામનો એક યુવક કેનેડાની એક મહિલાના સંપર્કમાં આવ્યો હતો, બન્ને ડેટિંગ એપ્લિકેશનના માધ્યમથી એકબીજાને મળ્યા હતા. મહિલા અને યુવક એક વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા. બન્નેએ લગ્ન કરવાનું પણ નક્કી કર્યું હતું. જેને પગલે મહિલા કેનેડાથી આ યુવક સાથે લગ્ન કરવા માટે ભારત આવી હતી.

મહિલાએ કેનેડાની એમ્બેસીમાં કરી ફરિયાદ

દિલ્હી એરપોર્ટ પર યુવક પોતે મહિલાને લેવા માટે પહોંચ્યો હતો. બન્ને બાદમાં રાજસ્થાનના એક ફ્લેટમાં રોકાયા હતા. આ દરમિયાન જ યુવકને જાણકારી મળી હતી કે મહિલાની ઉંમર 61 વર્ષ છે. બાદમાં યુવકે આ મહિલા સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. પરિણામે મહિલાએ કેનેડાની એમ્બેસીમાં ફરિયાદ કરતા પોલીસ પહોંચી હતી. પોલીસ બન્નેને પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી અને પૂછપરછ કરી હતી, બાદમાં યુવકને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. જ્યારે મહિલાને સુરક્ષા પુરી પાડવા માટે કોટપુતલીમાં મોકલવામાં આવી હતી. હાલ યુવકની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત