Video: પુષ્કર મેળામાં પશુઓની રોનક

સોર્સ: gstv

રાજસ્થાનના પુષ્કરમાં ચાલી રહેલા પ્રખ્યાત પશુ મેળાના ચોથા દિવસે પશુઓની આવકમાં વધારો જોવા મળ્યો છે. મેળામાં મોટી સંખ્યામાં ઊંટ, ઘોડા અને અન્ય પશુઓ પહોંચ્યા છે. પશુઓની ખરીદી અને વેચાણ માટે દૂરદૂરથી વેપારીઓ અને પશુપાલકો ઉમટી રહ્યા છે. સ્થાનિક ગ્રામજનો પણ મેળાની મુલાકાત લઈ રહ્યા છે. આ ઉપરાંત વિદેશી પ્રવાસીઓમાં પણ પુષ્કર મેળાનું આકર્ષણ જોવા મળી રહ્યું છે. મેળામાં પશુઓની સાથે રાજસ્થાનની પરંપરા, સંસ્કૃતિ અને લોકજીવનની ઝલક માણવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત