Video: યોગી આદિત્યનાથને લઈને ગૌશાળા પરિસરમાં તડામાર તૈયારીઓ

ઉત્તરપ્રદેશના મથુરામાં ગોપાષ્ટમીના પાવન અવસરે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પારખન ગૌશાળા ખાતે ગૌપૂજન કરશે. મુખ્યમંત્રીના આગમનને લઈને ગૌશાળા પરિસરમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. સમગ્ર પરિસરને શણગારવામાં આવ્યું છે અને સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બનાવવામાં આવી છે. કાર્યક્રમને લઈને વહીવટી તંત્ર અને ગૌશાળા સંચાલકો દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગાયોની પૂજા-અર્ચના કરી ગોપાષ્ટમીની પરંપરામાં સહભાગી બનશે.
જાહેરાત












