Video: મુંબઈમાં બ્રિટિશ શાહી દંપતી

સોર્સ: gstv

મહારાષ્ટ્રના મુંબઈમાં બ્રિટનના પ્રિન્સ વિલિયમ અને તેમની પત્ની કેટ મિડલટન ચાણક્ય સ્કૂલ ઓફ ક્રાફ્ટ પહોંચ્યા હતા. લોઅર પરેલ સ્થિત આ સંસ્થામાં બંનેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ટકાઉ ટેક્સટાઇલ અને પરંપરાગત હસ્તકલાને પ્રોત્સાહન આપવાનો છે. પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેથરીને સંસ્થામાં ચાલી રહેલી વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ વિશે જાણકારી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન પર્યાવરણને અનુકૂળ ટેક્સટાઇલ અને ભારતીય કારીગરી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. બ્રિટિશ શાહી દંપતીની આ મુલાકાતને લઈને સંસ્થામાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત