Video: AFTER NOON NEWS/ ઈરાનના નિશાન પર યુએસ નેવીના બે અધિકારીઓ, બ્રિટનના પ્રિન્સ મુંબઈમાં રમ્યા ક્રિકેટ

સોર્સ: gstv

1) ઈરાનના નિશાન પર યુએસ નેવીના બે અધિકારીઓ

દક્ષિણ આફ્રિકામાં આવેલા ઈરાની દૂતાવાસે યુએસ નેવીના બે અધિકારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. આ ધમકી મધ્ય પૂર્વમાં 'યુએસએસ સ્પ્રાન્સ'ની ૩૫૭ દિવસની તૈનાતી બાદ આપવામાં આવી છે.

જાહેરાત

2) થાઈલેન્ડના ફુકેટમાં ઈમારતમાં આગ લાગતા 11ના મોત

થાઈલેન્ડના ફુકેટમાં એક ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં ૧૧ લોકોના મોત થયા છે અને 36 લોકો ઘાયલ થયા. પોલીસે જણાવ્યું કે આગ ઝડપથી નજીકની ઈમારતોમાં ફેલાઈ ગઈ હતી.
 
3) બ્રિટનના પ્રિન્સ મુંબઈમાં રમ્યા ક્રિકેટ

 બ્રિટનના પ્રિન્સ વિલિયમે મુંબઈમાં યુવા ક્રિકેટરો સાથે 'ગલી ક્રિકેટ' રમી. આ પ્રસંગે પ્રિન્સેસ કેટ અને ક્રિકેટના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકર પણ ઉપસ્થિત હતા.

4) NCPના ભવિષ્ય અંગે આજે મહત્વપૂર્ણ મંથન

અમિત શાહ અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે મુલાકાત પણ થઈ શકે છે. આ ચર્ચાઓમાં મહારાષ્ટ્રમાં દુષ્કાળની સ્થિતિ અને એનસીપી (NCP)ના વિલીનીકરણને લગતા મુદ્દાઓ આવરી લેવામાં આવી શકે છે.

5) ટેમ્પાની ટક્કરથી યુવાનનું મોત

 વડોદરામાં ડોર ટુ ડોર કચરા કલેક્શન વાહને વધુ એક યુવકનો ભોગ લીધો છે. અહીં ટેમ્પાની અડફેટે બાઇક સવાર યુવકનું મોત નીપજ્યું છે.

6) જલારામ બાપાની 227મી જન્મજયંતિની હર્ષભેર ઉજવણી

વીરપુરમાં જલારામ બાપાની 227મી જન્મજયંતિએ મધ્યરાત્રિએ 227 કિલોની કેક કાપી મહાઆરતી અને આતશબાજી સાથે ભવ્ય ઉજવણી કરાઈ

આ સમાચાર શેર કરો

જાહેરાત