AFTERNOON NEWS/ સાઉદીમાં હુથીઓનો ભયાનક હુમલો, અમેરિકાના વિદેશમંત્રી આવશે ભારતની મુલાકાતે

1) સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર ભીષણ મિસાઈલ હુમલો
સાઉદી અરેબિયા પર મોટો હુમલો! વિશ્વની સૌથી મોટી ઓઇલ કંપની 'અરામકો'ના વહીવટી સંકુલ પર બેલિસ્ટિક મિસાઈલથી ભીષણ હુમલો; 3 માળને નુકસાન અને આગ! જોકે, કોઈ જાનહાનિ નહીં." સાઉદી અને યમનના હુથી વિદ્રોહીઓ વચ્ચેનો સંઘર્ષ વકર્યો
2) અમેરિકાના વિદેશમંત્રી રુબિયો ગુજરાત અને મુંબઈની મુલાકાતે આવશે
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો 17થી 22 ઓક્ટોબર દરમિયાન ભારત પ્રવાસે! મુંબઈ અને જામનગરની મુલાકાત લઈ વ્યૂહાત્મક ભાગીદારી અને ઊર્જા ક્ષેત્રે સહયોગ વધારવા પર થશે ખાસ ચર્ચા."
3) CJP નેતાઓને ધરપકડ બાદ 5 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા
દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન ભારે પડ્યું! મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ અને ગેરકાયદે પ્રવેશ બદલ કોકરોચ જનતા પાર્ટીના સૌરવ દાસ, આશુતોષ રાંકાની ધરપકડ; તિહાડ જેલમાં મોકલ્યા"
4) બ્લુ ડ્રમ કેસ- સાહિલ અને મુસ્કાનને શું આજીવનકેદ કે થશે ફાંસી
"મેરઠના ચકચારી બ્લુ ડ્રમ કેસમાં આજ આવશે મોટો ચુકાદો! પતિ સૌરભની હત્યા કેસમાં દોષિત સાહિલ અને મુસ્કાનને કોર્ટ સંભળાવશે સજા; કઈ સજા ફટકારશે તેના પર સૌની નજર."
5) સુરેન્દ્રનગરમાંથી ઝડપાયા 14 ડમ્પરો
સુરેન્દ્રનગરની પોલીસે ગેરકાયદે ખનીજ સંપત્તિનું વહન કરતા ડમ્પરો સામે કડક કાર્યવાહી કરી છે. ગેરકાયદેસર ખનિજ ભરેલા ૧૪ ડમ્પરોને જપ્ત કરાયા છે. પોલીસે ગેરકાયદે ખનીજ સંપત્તિ અને ૧૪ ડમ્પરો સહિત કરોડો રૂપિયાનો મુદામાલ કર્યો કબ્જે
6) સુરેન્દ્રનગરમાં 10 લાખ ગાંસડી કપાસના ઉત્પાદન થવાનો અંદાજ
વરસાદની અછત વચ્ચે પણ સુરેન્દ્રનગર જિલ્લો ફરી મચાવશે ધમાકો! ચાલુ વર્ષે ૧૦ લાખ ગાંસડી કપાસના ઉત્પાદનનો અંદાજ છે. છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતમાં નંબર-વન રહેલો સુરેન્દ્રનગર જિલ્લો આ વર્ષે પણ ખેતી ક્ષેત્રે ડંકો વગાડવા તૈયાર છે!"








