મુખ્ય સામગ્રી પર જાઓ
બુલેટિન

AFTERNOON NEWS / યુક્રેન ચૂંટણી યોજે તો એક દિવસનો યુદ્ધવિરામ કરવા રશિયા તૈયાર,સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત

1) યુક્રેન ચૂંટણી યોજે તો એક દિવસનો યુદ્ધવિરામ કરવા રશિયા તૈયાર

યુક્રેનના પ્રમુખે રશિયાનો એક દિવસનો યુદ્ધવિરામનો પ્રસ્તાવ ફગાવ્યો છે. તેઓ 60 દિવસના યુદ્ધવિરામ પર અડગ છે. પુતિન ચૂંટણી દરમિયાન કામચલાઉ નહીં, પણ કાયમી શાંતિ કરાર ઇચ્છે છે. આ દરમિયાન, ટ્રમ્પની ટ્વીટ છતાં રશિયા યુક્રેનની રિફાઇનરીઓ પર હુમલા ચાલુ રાખ્યા છે. ટ્રમ્પ-પુતિન ડીલથી યુરોપ-અમેરિકામાં નારાજગી

2) સાઉદી અરેબિયામાં યુદ્ધ જેવી સ્થિતિ ક્રાઉન પ્રિન્સ સિક્રેટ બંકરમાં

યમનના હુથી બળવાખોરોના વધતા હુમલાને કારણે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની સુરક્ષા સઘન કરાઈ છે. 41 વર્ષીય પ્રિન્સ છેલ્લા એક અઠવાડિયાથી જાહેરમાં દેખાયા નથી. તેમને બંકરવાળા મહેલોમાં કડક સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યા છે. 

3) સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત

દિલ્હીના પ્રતિબંધિત જંતર-મંતર પર આજે સવારે 9 વાગ્યે કોકરોચ જનતા પાર્ટીના નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાએ ઘૂસીને વિરોધ પ્રદર્શન કર્યું. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી સાથે સૂત્રોચ્ચાર કરતા જ દિલ્હી પોલીસે તેમની ફરી અટકાયત કરી. સરકારે જંતર-મંતરને પ્રદર્શન સ્થળોની યાદીમાંથી હટાવ્યું હોવા છતાં, CJP નેતાઓએ સુરક્ષાને ચકમો આપ્યો હતો.

4) અમૃતસર એરપોર્ટ પર ડ્રોન દેખાતા એરસ્પેસ બંધ

અમૃતસરમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફરી શંકાસ્પદ ડ્રોન દેખાતા હડકંપ મચી ગયો હતો. રવિવારે રાત્રે 10 વાગ્યા આસપાસ ડ્રોન દેખાતા એરપોર્ટનો રનવે અને એરસ્પેસ બંધ કરવી પડી હતી, જેના કારણે 3 ફ્લાઇટ દિલ્હી-ચંડીગઢ ડાયવર્ટ કરાઈ હતી. મુસાફરો ફસાયા હતા. પોલીસે ડ્રોન ક્યાંથી આવ્યા તેની તપાસ હાથ ધરી છે. આ મહિને બીજીવાર આવી ઘટના બની છે.


5) રાજકોટમાંથી નકલી IAS અધિકારી ઝડપાયો

મહારાષ્ટ્ર કેડરના વર્ષ ૨૦૨૩ની બેન્ચના નકલી IAS અધિકારી બનીને રોફ જમાવનાર પ્રશાંત શાંતારામ કચવેની ધરપકડ.પ્રાંત અધિકારીની કડક પૂછપરછમાં શખ્સે પોતાની સાચી ઓળખ છુપાવી ખોટું નામ આપ્યું હોવાનું બહાર આવ્યું.આ મામલે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે

6) નવસારી જલાલપોરમાં અકસ્માત

નવસારીના અબ્રામા ગામે માર્ગ અકસ્માતમાં એક ફાયર જવાના સહિત બે યુવકોના મોત, બે બાઈક સામસામે અથડાતા નવસારી મહાનગરપાલિકાના ફાયર વિભાગના જવાન ચંદ્રકાંત અને હિતેન્દ્ર નામના યુવાનો મોત, જલાલોર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી

આ સમાચાર શેર કરો