AFTERNOON NEWS/ રિયાધના કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હુમલો, ઉત્તર કોરિયાએ મિસાઈલ પરીક્ષણ કરતા તણાવ વધ્યો

1)રિયાધના કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હુમલો
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર યમનના હૂથી વિદ્રોહીઓનો ભીષણ હુમલો! આ હુમલામાં ૧ પાકિસ્તાની નાગરિકનું મૃત્યુ થયું છે અને ૧૧ લોકો ઘાયલ થયા છે, જેના કારણે ઉમરાહ યાત્રીઓમાં ભારે અફરાતફરી મચી ગઈ છે."
2) ઉત્તર કોરિયાએ મિસાઈલ પરીક્ષણ કરતા તણાવ વધ્યો
દક્ષિણ કોરિયાના સૈન્યના જણાવ્યા અનુસાર, સોમવારે ઉત્તર કોરિયાએ તેના પૂર્વીય તરફ અનેક બેલિસ્ટિક મિસાઇલો છોડી હતી. રાજદ્વારી વાટાઘાટોમાં લાંબા સમયથી ચાલી રહેલી મડાગાંઠ વચ્ચે, આ શક્તિ પ્રદર્શનનું બીજું ઉદાહરણ છે, જે તણાવને વધુ વધારશે.
ભારતીય ઓઈલ જહાજ પર ભયાનક હુમલો, 2 ક્રૂ મેમ્બર્સ ગુ
3) ઓમાનના દરિયાકાંઠે MT પેટ્રો ડોલ્ફિન ઓઈલ ટેન્કર પર ડ્રોન હુમલો થયો. જેમાં 11 ભારતીય ક્રૂ મેમ્બર્સ હતા. 9ને સુરક્ષિત બચાવી લેવાયા છે, જ્યારે 2 ગુમ છે. સોહર એન્કોરેજ નજીક 11મી ઓક્ટોબરે આ ઘટના બની હતી. ઓમાન સ્થિત ભારતીય દૂતાવાસ બચાવ કામગીરી પર નજર રાખી રહ્યું છે.
4) પેટ્રોલમાં પ્રતિ લિટર ₹5 અને ડીઝલમાં ₹3 નો વધારો
નાયરા બાદ હવે Jio-bp એ પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો ઝીંક્યો છે. 11 ઓક્ટોબરથી પેટ્રોલ ₹5 અને ડીઝલ ₹3 પ્રતિ લિટર મોંઘું થયું છે. ક્રૂડ ઓઇલના વૈશ્વિક ભાવ વધારાને કારણે કંપનીએ આ નિર્ણય લીધો છે. હરિયાણા, પંજાબ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં Jio-bp પંપ પર નવા ભાવ લાગુ પડ્યા છે. સરકારી કંપનીઓના ભાવ યથાવત છે.
5) તેલ લેવા લોકોની પડાપડી
અમરેલીના ધારી-બગસરા હાઇવે પર તેલ ભરેલું ટેન્કર પલટી મારી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટેન્કરે પલટી મારતાં રસ્તા પર તેલ રેલાયું હતું. ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો વાસણો લઈને તેલ લેવા માટે દોડી આવ્યા હતા અને તેલ મેળવવા પડાપડી કરી હતી. ઘટનાની જાણ થતાં ધારી પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.
6) નાસ્તાનો સ્ટોલ બાબતે બે જૂથો વચ્ચે ઘર્ષણ
તાપીના બુહારી ગામે નવરાત્રી મહોત્સવ દરમિયાન નાસ્તાનો સ્ટોલ શરૂ કરવા બાબતે બે જૂથો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. નાસ્તાનો સ્ટોલ મૂકવા દેવામાં નહીં આવતા મામલો ઉગ્ર બનતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.જિલ્લાના DySP અને LCBની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મોડી રાત્રે બંને પક્ષો વચ્ચે સમાધાન થયું








