Video: ટ્રમ્પના મિજાજ ઢીલા ન પડ્યા, વ્હાઈટ હાઉસે કહ્યું- યુદ્ધ ચાલુ રહેશે,'7 શરતો માની લે તો અમે હોર્મુઝ ખોલી દઈશું.

1) ચૂંટણીમાં હાર બાદ પણ ટ્રમ્પના મિજાજ ઢીલા ન પડ્યા, વ્હાઈટ હાઉસે કહ્યું- યુદ્ધ ચાલુ રહેશે
અમેરિકામાં મધ્યવર્તી ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીની જીત બાદ પણ વ્હાઇટ હાઉસે આક્રમક વલણ અપનાવ્યું છે. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે 13 મુદ્દાનું ઘોષણાપત્ર જાહેર કરી રાજકીય વિરોધીઓ અને મીડિયા આલોચકો પર નિશાન સાધ્યું છે.
2) '7 શરતો માની લે તો અમે હોર્મુઝ ખોલી દઈશું..
અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવપૂર્ણ માહોલ વચ્ચે વાતચીતની સંભાવના સેવાઈ રહી છે. ઈરાને કતાર મારફતે અમેરિકાને નવો અણુ પ્રસ્તાવ મોકલ્યો છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે, વાતચીત પહેલા અમેરિકાએ 7 શરતો માનવી પડશે
3) બેંગ્લુરુમાં કેબ ડ્રાઈવર બન્યો હેવાન, પત્ની સહિત 7 લોકોની હત્યા કરી
કેબ ડ્રાઇવર ઇન્દુશેખરે પોતાની પત્ની સહિત પરિવારના 7 સભ્યોની નિર્દયતાથી હત્યા કરી નાખી. આરોપીએ 7 વર્ષના માસૂમ બાળકને પણ છોડ્યો નહોતો
4) રાહુલ ગાંધીના એક ઈશારે 40 લાખ યુવાનો ભારતના હાલ ખરાબ કરવા તૈયાર
કોંગ્રેસ મંત્રી ઈરફાન અંસારીના વિવાદાસ્પદ નિવેદને રાજકારણ ગરમાવ્યું, દાવો કર્યો કે 40 લાખ યુવાનો રાહુલ ગાંધીના આદેશની રાહ જોઈ રહ્યા છે અને જો સ્થિતિ નહીં સુધરે તો ભારતની હાલત બાંગ્લાદેશ-નેપાળ જેવી થશે.
5) તાપીના વાલોડમાં કામદારોના મળ્યા મૃતદેહ
તાપીના વાલોડની કોપર સુગરમાં ટાંકી ધરાશાયી થવાની દુર્ઘટનામાં લાપતા બંને કામદારો ધર્મેશ પટેલ અને અરુણ પટેલના મૃતદેહ મળી આવ્યા. પોલીસ તપાસ શરૂ
6) સુરેન્દ્નનગરના કડુની કેનાલમાં બે યુવાનોના આપઘાત
દિવાળી જેવા ખુશીના પર્વ પર સુરેન્દ્રનગરથી એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. કડુ ગામ નજીક આવેલી બોટાદ બ્રાન્ચની કેનાલમાં અલગ-અલગ સમયે બે યુવકોએ કૂદીને જીવન ટૂંકાવ્યું








