Video: AFTERNOON NEWS: અમેરિકામાં મિસાઈલની જેમ રોડ પર વિમાન ક્રેશ,જર્મની, પોર્ટુગલમાં પણ આંદોલન શરૂ

1) અમેરિકામાં મિસાઈલની જેમ રોડ પર વિમાન ક્રેશ, 9ના મોત
અમેરિકાના ફ્લોરિડામાં પ્રાઈવેટ બિઝનેસ જેટ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.આ વિમાન અનિયંત્રિત થઈને જમીન પર તૂટી પડ્યું હતું. આ ભયાનક અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ 9 લોકોના કરુણ મોત
2) જર્મની, પોર્ટુગલમાં પણ આંદોલન શરૂ
ફ્રાન્સમાં પછી જર્મની અને પોર્ટુગલમાં પણ યુવાનોએ મોંઘવારી અને રહેણાંક સમસ્યા મુદ્દે રસ્તાઓ પર ઉતર્યા અને સરકાર વિરુદ્ધ દેખાવો કર્યા. યુરોપનાં અનેક દેશોમાં આંદોલન યથવાત
3) દિલ્હીમાં નો PUC, નો ફ્યુઅલ' નિયમનો અમલ
દિલ્હીમાં વધતા વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે 'નો PUC, નો ફ્યુઅલ' નિયમનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. આ નિયમ હેઠળ માન્ય PUC વગરના વાહનોને પેટ્રોલ અને ડીઝલ આપવાની મનાઈ કરવામાં આવી છે.
4) જમ્મુ-કાશ્મીરમાં રાજકીય સંકટ ઘેરૂ બન્યું
જમ્મુ-કાશ્મીરમાં રાજકીય સંકટ ઘેરૂ બન્યું છે. નેશનલ કોન્ફરન્સના 25 ધારાસભ્યોએ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને પાર્ટી નેતૃત્વને 14 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. ધારાસભ્યોએ માંગણીઓ પૂરી નહીં થાય તો સરકારમાંથી સમર્થન પાછું ખેંચવાની ધમકી આપી છે.
5) મોરબીના ટીંબડીમાં ખૂની હુમલો
મોરબી તાલુકાના ટીંબડી ગામના પાટિયા નજીક બે કાર અને બાઇક પર આવેલા હથિયારધારી શખ્સોએ ખૂની હુમલો કરતાં 70 વર્ષીય વૃદ્ધનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે યુવકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે તપાસ શરૂ કરી
6) ભરૂચ-અંકલેશ્વર બ્રિજ પર અકસ્માત
ભરૂચ-અંકલેશ્વર બ્રિજ પર અકસ્માતની ઘટના સામે આવી છે. બાઈકચાલકે કાબૂ ગુમાવતા ડિવાઈડર સાથે અથડાતાં 37 વર્ષીય યુવાનનું ઘટનાસ્થળે જ મોત થયું છે.






