Video: AFTERNOON NEWS/ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આખરે હાર સ્વીકારી,અમે ટ્રમ્પને મારી નાખીશું....' તહેરાનમાં વિશાળ બેનર 

સોર્સ: gstv

1) યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આખરે હાર સ્વીકારી

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ખરાબ પ્રદર્શન બાદ પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રથમ પ્રતિક્રિયા આપી છે. તેમણે 'ટ્રુથ સોશિયલ' પર દાવો કર્યો કે જો તેઓ બેલેટ પર હોત તો પાર્ટી જંગી બહુમતીથી જીતત.

2) અમે ટ્રમ્પને મારી નાખીશું....' તહેરાનમાં વિશાળ બેનર 

 તેહરાનમાં ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ ધમકીભર્યાં હોર્ડિંગ્સ અને પેઇન્ટિંગ્સ લગાવવામાં આવ્યા છે. 'અમે ટ્રમ્પને મારી નાખીશું' જેવા સ્પષ્ટ શબ્દોમાં લખાયેલા હોર્ડિંગ્સ તેહરાનના વ્યસ્ત એન્ગેલાબ અને તજરીશ સ્ક્વેરમાં જોવા મળ્યા. 

જાહેરાત

3) અનિલ અંબાણી જૂથનાં બે વિમાનો સહિત 510 કરોડની સંપત્તિ જપ્ત

અનિલ અંબાણી જૂથને મોટો ઝટકો લાગ્યો છે. EDએ મુંબઈમાં બેંક લોન કૌભાંડમાં ₹510 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. જેમાં 2 વિમાનો, 2 વિન્ડમિલ અને જમીનના પ્લોટનો સમાવેશ થાય છે

4) ધરણા સ્થળને કાયમ માટે કબજામાં ના લઇ શકાય સુપ્રીમ કોર્ટ

સુપ્રીમે જણાવ્યું કે, ધરણા પ્રદર્શનોના અધિકાર સાથે અન્ય નાગરિકોના અધિકારોનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. કોઈ એક જગ્યાને કાયમ માટે બાનમાં ન લઈ શકાય, અન્ય લોકોને પ્રદર્શન માટે અવકાશ મળવો જોઈએ. 

5) નિકોલમાં અકસ્માત રચનાર કાર ચાલકનો મિત્ર ફરાર

અમદાવાદના નિકોલમાં હિટ એન્ડ રન કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. માતા-પુત્રને કચડનાર વિરલ ચૌધરી સાથે તેનો મિત્ર સાગર પણ કારમાં હતો. બંનેએ બિયર પીધા બાદ જમવા નીકળ્યા અને ચાલુ ડ્રાઇવિંગે વિરલે દારૂ પીતા અકસ્માત સર્જાયો.

6) ગીર-ગિરનારમાં અભૂતપૂર્વ જળસંકટની સ્થિતિ,

ગીર અને ગિરનારના જંગલોમાં અપૂરતા વરસાદને કારણે ગંભીર જળસંકટ સર્જાયું છે. વન વિભાગે વન્યજીવો માટે પાણીની વ્યવસ્થા શરૂ કરી 650થી વધુ કૃત્રિમ પોઇન્ટ્સમાં સોલાર પંપ, પવનચક્કી અને ટ્રેક્ટર દ્વારા પાણી પહોંચાડાશે

આ સમાચાર શેર કરો

જાહેરાત