મુખ્ય સામગ્રી પર જાઓ
બુલેટિન

AFTER NOON NEWS :  અમેરિકામાં મંદિરમાં હિન્દુઓનો નરસંહાર કરવા માગતો યુવક ઝડપાયો, નેતાઓની અરજીઓ પર સુપ્રીમની સુનાવણી 

1)  અમેરિકામાં મંદિરમાં હિન્દુઓનો નરસંહાર કરવા માગતો યુવક ઝડપાયો

અમેરિકામાં હિન્દુ મંદિરમાં હુમલા કરવા મમાલે પોલીસે ૧૯ વર્ષના એલેક્ઝેન્ડ્રોસ પેપોરાકિસની ધરપકડ કરી, જેની પાસેથી હથિયારો અને ખતરનાક મેનિફેસ્ટો મળ્યા.એક જાગૃત નાગરિકની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી,FBI આ મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે."

2) ગૂગલે સૌથી પાવરફૂલ એઆઈ મોડલ જેમિની 4 Argon લોન્ચ કર્યું

કેલિફોર્નિયા ખાતે ગૂગલે નવું AI મોડેલ ‘જેમિની 4 Argon’ લોન્ચ કર્યું છે. આ મોડેલ કોડિંગ, ફાઇનાન્સ અને કાયદાકીય વિશ્લેષણ જેવા ક્ષેત્રોમાં ઉપયોગી થશે. 

3)  વિપક્ષી નેતાઓની અરજીઓ પર સુપ્રીમ કોર્ટની સુનાવણી 

સુપ્રીમ કોર્ટ આજે ૧૩ વિપક્ષી નેતાઓ દ્વારા દાખલ કરવામાં આવેલી એક અરજી પર સુનાવણી કરશે આ મામલાની સુનાવણી ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચ દ્વારા કરવામાં આવશે.

4) ખેડૂત નેતાઓએ પંજાબ બંધનું એલાન

આજે પંજાબ બંધનું એલાન !ખેડૂતોએ ભગવંત માન સરકારની અર્થી ફૂંકીને રાજ્યમાં ડ્રગ્સની સમસ્યા માટે સરકારને સીધી જવાબદાર ગણાવી છે.પાંધેરે પડકાર ફેંક્યો છે કે પોલીસ સ્ટેશનોમાં ડોપ ટેસ્ટ કરો, સત્ય બહાર આવી જશે!"

5) છોટાઉદેપુરના ચિલરવાંટમાં પાણીની સમસ્યા

છોટાઉદેપુરના ચિલરવાંટ ગામે 'નળ સે જલ' યોજના માત્ર કાગળ પર! ૧૦૦ જેટલા દલિત પરિવારો નિયમિત પાણી અને ખાલી ટાંકીથી પરેશાન; વધુ TDSવાળું બોરનું પાણી પીવા મજબૂર!"

6) નવરાત્રીમાં મેટ્રો અને BRTSની સેવા લંબાવાઈ

અમદાવાદમાં મેટ્રો અને BRTSસેવા લંબાવાઈ છે. મેટ્રો 19 ઓક્ટોબર સુધી રાત્રે 2 વાગ્યા સુધી દોડશે, પણ રૂ. 50ની સ્પેશિયલ ટિકિટ ફરજિયાત રહેશે. GMDCથી BRTS બસો રાત્રે 12:30 વાગ્યા સુધી 3 રૂટ પર દોડશે.

આ સમાચાર શેર કરો