VIDEO: AFTER NOON NEWS: નાઇજીરિયામાં વાયુસેનાનું પ્લેન ક્રેશ થતાં 32ના મોત, ફ્લાયદુબઈ પ્લેન હાઇજેક ષડ્યંત્ર પાછળ કોનો હાથ?
1) નાઇજીરિયામાં વાયુસેનાનું પ્લેન

1) નાઇજીરિયામાં વાયુસેનાનું પ્લેન ક્રેશ થતાં 32ના મોત
નાઇજીરીયાના ઓંડો રાજ્યમાં વાયુસેનાનું ATR-42 સૈન્ય વિમાન ક્રેશ થયું છે. બેનિન સિટીથી લાગોસ જઈ રહેલા આ વિમાનમાં સવાર 25 મુસાફરો અને 7 ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 32 લોકોના કરુણ મોત થયા છે. રાષ્ટ્રપતિ બોલા અહમદ ટિનુબુએ ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.
2) ફ્લાયદુબઈ પ્લેન હાઇજેક ષડ્યંત્ર પાછળ કોનો હાથ?
ફ્લાયદુબઈની ફ્લાઇટમાં બનેલી એક ચોંકાવનારી ઘટનાએ સમગ્ર વિશ્વને સ્તબ્ધ કરી દીધું છે. કેપ્ટનની બહાદુરીથી આ ષડયંત્ર નિષ્ફળ ગયું. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ નિષ્ફળ આતંકી કાવતરા પાછળ ઈરાનનો હાથ હોવાનો સીધો આરોપ લગાવ્યો .
3) દેશની 6 બેઠકો પર પેટાચૂંટણીઓ આજે મતદાન
દેશના રાજકારણ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ! ત્રણ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની કુલ ૬ સીટો પર આજે મતદાન.એક તરફ ભાજપ અને કોંગ્રેસ સામસામે છે, તો બીજી તરફ TMC, DMK, TVK અને CPI જેવા પ્રાદેશિક દિગ્ગજો પણ મેદાનમાં તાકાત બતાવી રહ્યા છે.
4) ફોર્મ-૬'માં ફેરફારના દાવો ખોટો: રાહુલ ગાંધીની પોસ્ટ પર ચૂંટણી પંચનો પલટવાર
રાહુલ ગાંધીએ મુખ્ય ચૂંટણી કમિશનર પર 'ફોર્મ-૬'માં ગેરકાયદેસર ફેરફાર કરવાનો ગંભીર આરોપ લગાવ્યો, તો સામે પક્ષે ચૂંટણી પંચે વળતો પ્રહાર કરતા તમામ દાવા ફગાવી દીધા છે અને કહ્યું—"અમે ફોર્મ-૬ના અલ્પવિરામ કે પૂર્ણવિરામમાં પણ કોઈ ફેરફાર કર્યો નથી!"
5) દીપડાએ બાળકને ફાડી ખાધો
નવસારીના વાંસદામાં માસુમ બાળક પર દીપડાનો ખૂની હુમલો! આંગણામાં રમતા બાળકના અપહરણ બાદ વન વિભાગ અને ગ્રામજનોએ મશાલો સાથે જંગલ ખૂંદી વળ્યું, પરંતુ ૧૫૦ મીટર દૂરથી માસુમ આરવનો મૃતદેહ મળી આવતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે!
6) કંપનીની દાદાગીરી સામે 60 લોકો ઉપવાસ પર
સુરેન્દ્રનગરમાં કંપનીની દાદાગીરી સામે કર્મચારીઓનો આક્રોશ! MRL કંપનીમાંથી અચાનક ૬૦ કર્મચારીઓને છૂટા કરાતા ઉપવાસ પર બેઠેલા કામદારોને પોલીસે ઉઠાવી લીધા! પોલીસની આ દમનગીરી સામે હવે ૧૫થી વધુ કર્મચારીઓએ પોલીસ સ્ટેશનમાં જ અન્નજળનો ત્યાગ કરી ભૂખ હડતાળ શરૂ કરી દીધી છે!




