Video: AFTERNOON NEWS/  લોસ એન્જિલસમાં છેલ્લા 12 વર્ષનો સૌથી શક્તિશાળી ભૂંકપ, રલિંકની મદદથી ઈરાને અમેરિકા-ઈઝરાયલ પર ડ્રોન હુમલા કર્યા 

સોર્સ: gstv

1 USના  લોસ એન્જિલસમાં છેલ્લા 12 વર્ષનો સૌથી શક્તિશાળી ભૂંકપ આવ્યો

અમેરિકાના લોસ એન્જિલસમાં છેલ્લા 12 વર્ષનો સૌથી શક્તિશાળી 5 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તો બીજી તરફ અમેરિકાના લોસ એન્જિલસના એરપોર્ટ પર નુકસાન થયું અને ઓઇલ રિફાઇનરીમાં આગ લાગવાની ઘટના બની.

જાહેરાત

2 ઈલોન મસ્કના સ્ટારલિંકની મદદથી ઈરાને અમેરિકા-ઈઝરાયલ પર ડ્રોન હુમલા કર્યા 

ઈરાને અમેરિકન દળો વિરુદ્ધ લશ્કરી કાર્યવાહી માટે ઈલોન મસ્કની સ્ટારલિંક સેવાનો ઉપયોગ કર્યો હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો.  તેહરાને અમેરિકી સૈન્ય મથકો પર વળતો પ્રહાર કર્યો ત્યારે આ હકીકત સામે આવી. 

3 સીમાંકન બિલ મુદ્દે વિપક્ષમાં દોડધામ, પવાર-સ્ટાલિનને મનાવવા સોનિયા, રાહુલ અને ખડગેની મુલાકાત

સીમાંકન બિલ મુદ્દે 'INDIA' ગઠબંધનમાં રાજકીય ગરમાવો વધ્યો છે. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી આજે DMK પ્રમુખ એમ.કે. સ્ટાલિનને ચેન્નઈમાં મળશે. સાંજે NCPના વડા સાથે મુલાકાત થશે.

4 રાંચી-પટના હાઈવે પર મંદિરે દર્શન કરવા જતા પરિવારને કાળ ભરખ્યો, 4 બાળકો સહિત 13નાં મોત

ઝારખંડના રામગઢમાં શનિવારે મોડી રાત્રે NH-33 પર થયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં ૧૩ લોકોના મોત થયા છે અને એક વ્યક્તિ ઘાયલ થઈ છે. મૃતકોમાં ત્રણ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. 

5) લિંબડી પાસે સર્વિસ રિવોલ્વર લૂંટી ફાયરિંગનો પ્રયાસ કરનાર આરોપી પર પોલીસનું 2 રાઉન્ડ ફાયરિંગ

સુરેન્દ્રનગરના લીંબડી નજીક સર્વિસ રિવોલ્વર લૂંટી ફાયરિંગનો પ્રયાસ કરનાર આરોપી પર પોલીસે 2 રાઉન્ડ ફાયરિંગ કરતા આરોપી અને એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા.

6) રાજકોટની PDU કોલેજમાં રેંગિગની ઘટના 14 વિદ્યાર્થીઓ સસ્પેન્ડ

રાજકોટની PDU મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના સામે આવતા તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.કોલેજના MBBS ના કુલ 14 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્ય અને હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરાયા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત