Video: AFTERNOON NEWS/ ઈજિપ્તના કૈરોમાં અકસ્માતમાં 31 લોકો જીવતા ભડથું, કિમ જોંગ ઉન સ્વિટ્ઝર્લેન્ડ પર ભડક્યાં

સોર્સ: gstv

1)  ઈજિપ્તના કૈરોમાં અકસ્માતમાં 31 લોકો જીવતા ભડથું

બુધવારે કૈરોના મુખ્ય હાઈવે પર ઓઇલ ટેન્કર અચાનક પલટી જતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ગોઝારી દુર્ઘટનામાં 31 લોકો જીવતા સળગી ગયા 21 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા 24થી વધુ કાર અને ટુ-વ્હીલર પણ લપેટમાં આવ્યા

જાહેરાત

2 કિમ જોંગ ઉન સ્વિટ્ઝર્લેન્ડ પર ભડક્યાં, દૂતાવાસ બંધ કર્યું

કોરિયાએ સ્વિત્ઝરલેન્ડના રાજદ્વારી પ્રતિનિધિને 48 કલાકમાં દેશ છોડવાનો આદેશ આપી પ્યોંગયાંગ સ્થિત સ્વિસ ઓફિસ બંધ કરાવી છે. 'સોંગડોવોન ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ કેમ્પ' પર સ્વિસ પ્રતિબંધથી ઉત્તર કોરિયા ભડક્યું છે.
3 તમિલનાડુમાં વિવાદિત ધાર્મિક સ્થળે દીપ પ્રાગટય ના થતા વિરોધ પ્રદર્શનો

ચેન્નઈમાં દીપમ તહેવાર દરમિયાન દીપાથૂન પર દીપ પ્રાગટ્ય ન થતા તમિલનાડુ સરકારની ટીકા થઈ રહી છે. સુપ્રીમ કોર્ટના આદેશ છતાં, મંદિર પ્રશાસને દીવા પ્રગટાવવાની મંજૂરી ન આપતા હિન્દુ સંગઠનો અને ભાજપે વિરોધ પ્રદર્શન કર્યા. 

4 CJPના અભિજીત દીપકેએ હનુમાન ચાલીસાની મજાક ઉડાવી, વિવાદ વધુ વકર્યો

 અભિજીત દીપકે ફરી એકવાર વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. એક કાર્યક્રમની શરૂઆત તેમણે 'મોદી ચાલીસા' ગીત વગાડીને કરી હતી. ગીત શરૂ થતાં જ હનુમાન ચાલીસાના અપમાનનો આરોપ લાગ્યો હતો. જ્યારે દીપકને સવાલ પૂછવામાં આવ્યો,ત્યારે તેઓ ઉશ્કેરાઈ ગયા 

5 સાબરકાંઠા કોંગ્રેસમાં ભડકો
 
હિંમતનગરમાં કોંગ્રેસના સ્નેહમિલન સમારોહની પત્રિકામાં જિલ્લા પ્રમુખનું નામ ન હોવાથી કાર્યકરોમાં નારાજગી, બહિષ્કારના સ્ટેટ્સથી વિવાદ વકર્યો.

6 ગોધરાના દયાલ કાકરા ગામે મકાનોમાં આગ ફાટી નીકળી

ગોધરાના દયાલ કાકરા ગામે કાચા મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી.સદનસીબે સમગ્ર દુર્ઘટનામાં જાનહાની ટળી

આ સમાચાર શેર કરો

જાહેરાત