Video: EVENING BULLETIN / પાકિસ્તાનમાં સિંધુદેશની માંગ સાથે ઉગ્ર વિરોધ, મદુરાઈમાં કાર્તિગઈ દીપમ ઉત્સવને લઈ તણાવ

સોર્સ: gstv

પાકિસ્તાનમાં સિંધુદેશની માંગ સાથે ઉગ્ર વિરોધ

પાકિસ્તાનમાં નવા પ્રાંતો બનાવવા અને સિંધના ભાગલા પાડવાની યોજના સામે હજારો સિંધ રાષ્ટ્રવાદીઓ કરાચીના રસ્તા પર ઉતરી આવ્યા છે. પ્રદર્શનકારીઓએ આર્મી ચીફ આસિમ મુનીર અને પંજાબ સત્તા સામે આક્ષેપ કરી, પંજાબના આર્થિક બહિષ્કારની ધમકી સાથે અલગ 'સિંધુદેશ'ના નારા લગાવ્યા હતા.

મદુરાઈમાં કાર્તિગઈ દીપમ ઉત્સવને લઈ તણાવ

તમિલનાડુના મદુરાઈમાં તિરુપરંકુન્દ્રમ ટેકરી પર દીપ પ્રગટાવવાના સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તણાવપૂર્ણ માહોલ છે. સુરક્ષા માટે 5,618 પોલીસકર્મીઓ તહેનાત કરાયા છે, જ્યારે ભાજપે પ્રદેશ પ્રમુખ સહિત 750 નેતાઓને નજરકેદ કરાયા હોવાનો દાવો કરતા રાજ્યમાં રાજકારણ ગરમાયું છે.

જાહેરાત

પંજાબમાં ભાજપ-અકાલી દળનું ફરી ગઠબંધન

પંજાબમાં ભારતીય જનતા પાર્ટી અને શિરોમણી અકાલી દળ ફરી એકવાર સાથે આવી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ગઠબંધન અંગે મહત્વપૂર્ણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે પંજાબ અને પંજાબીઓનું કલ્યાણ સૌથી ઉપર છે, તેમજ તેમણે વાજપેયી અને અડવાણીજીનું પણ સ્મરણ કર્યું હતું.

સાબરડેરી ખાતે દૂધના ભાવ મુદ્દે પશુપાલકોનો રોષ

 સાબરડેરીના ચેરમેનની નિયુક્તિના વિવાદ વચ્ચે બાયડના પશુપાલકોએ દૂધના પોષણક્ષમ ભાવની માંગ સાથે મેનેજિંગ ડિરેક્ટર સમક્ષ રજૂઆત કરી છે. ખાણદાણમાં 37 ટકાના ભાવવધારાથી પરેશાન પશુપાલકોની આ માંગ સંતોષાય તો સાડા ત્રણ લાખથી વધુ દૂધ ઉત્પાદકોને સીધો ફાયદો થશે.

રાજકોટ જિલ્લા પંચાયત કચેરીમાં દારૂની મહેફિલ?

રાજકોટમાં સરાઝા હોટલ બાદ હવે નિર્માણાધીન જિલ્લા પંચાયત કચેરીમાં દારૂની પાર્ટી થઈ હોવાની આશંકાથી ખળભળાટ મચ્યો છે. પ્રમુખ અને ઉપપ્રમુખની સરપ્રાઈઝ વિઝિટમાં વિદેશી દારૂની ખાલી બોટલો અને બિયરના ટીન મળી આવતા વહીવટી તંત્રમાં ભારે ચર્ચા જાગી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત