Video: EVENING BULLETIN / નેપાળ માટે 24 હજાર કરોડનું પેકેજ, સુરત ₹19 લાખ તોડકાંડ વિવાદ, ઇન્ડોનેશિયામાં ફેક્ટરીમાં ભીષણ આગ

સોર્સ: gstv

નેપાળ માટે 24 હજાર કરોડનું પેકેજ

નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નેપાળના વડાપ્રધાન બાલેન શાહ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઊર્જા, વેપાર, કનેક્ટિવિટી અને સરહદી માળખાકીય સુવિધાઓ પર ચર્ચા થઈ, જ્યારે પૂરના નુકસાન સામે ભારતે 24 હજાર કરોડ નેપાળી રૂપિયાના વિકાસ પેકેજની જાહેરાત કરી છે.

ઇન્ડોનેશિયા ફેક્ટરીમાં ભીષણ આગ

ઇન્ડોનેશિયાના પશ્ચિમ જાવામાં કેન્ડી ફેક્ટરીમાં ભીષણ આગ લાગતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેમાં પોલીસે 24 બોડી બેગ જપ્ત કર્યા છે અને 29 કર્મચારીઓ હજુ લાપતા છે. ઘટના સમયે લગભગ 300 મજૂરો હાજર હતા, 4 ઘાયલો સારવાર હેઠળ છે અને મૃતકોની ઓળખ માટે DNA તપાસ થશે.

જાહેરાત

SIR પર સુપ્રીમ કોર્ટના નિર્દેશ

પશ્ચિમ બંગાળ SIR કેસની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે અપીલોના ઝડપી અને પારદર્શી નિકાલ માટે ટ્રિબ્યુનલની સંખ્યા વધારવા આદેશ આપ્યો છે. કોર્ટે નામ ઉમેરવા અને હટાવવાની અપીલોને અલગ કેટેગરીમાં વહેંચીને નામ ઉમેરવાના કેસોને પ્રાથમિકતા આપવા જણાવ્યું છે.

ગાંધીનગરમાં ખેલ સહાયકોનું આંદોલન

ગાંધીનગરમાં છેલ્લા ત્રણ વર્ષથી દાડિયા તરીકે કામ કરતા ખેલ સહાયકોનું આંદોલન સાતમા દિવસે પણ યથાવત્ છે અને તેઓ કાયમી ભરતીની માંગ કરી રહ્યા છે. 19 મહિનાના આશ્વાસન છતાં ઉકેલ ન આવતાં તેમણે SAT કસોટી અને કામગીરીના મૂલ્યાંકનના આધારે કાયમી કરવાની લલકાર આપી છે.

 સુરત ₹19 લાખ તોડકાંડ વિવાદ

સુરતમાં કથિત 19 લાખ રૂપિયાના તોડકાંડની વોટ્સએપ ચેટ વાઈરલ થયા બાદ રાજકારણ ગરમાયું છે અને ભાજપ નેતાઓના વિરોધાભાસી નિવેદનોથી વિવાદ વકર્યો છે. આ મામલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ACB સમક્ષ લેખિત રજૂઆત કરીને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત