Video: EVENING BULLETIN / જિનપિંગ-ટ્રમ્પ-પુતિન વચ્ચે મોટી બેઠક, ઓડિશા પર અકવાન વાવાઝોડાનું સંકટ, લાઠીમાં પાણી મુદ્દે લોહિયાળ જંગ

સોર્સ: gstv

 જિનપિંગ-ટ્રમ્પ-પુતિન વચ્ચે મોટી બેઠક

ચીનના શેનઝેન શહેરમાં શી જિનપિંગ, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પરમાણુ હથિયારો, ઈરાન અને યુક્રેન સહિતના ગંભીર વૈશ્વિક મુદ્દાઓ પર મંથન થયું છે.

ઓડિશા પર અકવાન વાવાઝોડાનું સંકટ

100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ત્રાટકનારા 'અકવાન' વાવાઝોડાને લઈ ઓડિશામાં હાઈ એલર્ટ છે. 'ઝીરો કેઝ્યુઅલ્ટી'ના લક્ષ્ય સાથે હજારો લોકોનું સ્થળાંતર કરાયું છે, જ્યારે શાળાઓ બંધ કરી કર્મચારીઓની રજાઓ રદ કરી દેવાઈ છે.

જાહેરાત

મંત્રીઓની બેઠકમાં પીએમ મોદીની ટકોર

 દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠકમાં PM મોદીએ બચત અને નાણાકીય શિસ્ત પર ભાર મૂક્યો હતો. આ દરમિયાન દેશના યુવાનોને બરબાદ કરતા ડ્રગ્સના દૂષણ અંગે વાત કરતા વડાપ્રધાન ભાવુક થઈ ગયા હતા અને તેને જડમૂળથી નાબૂદ કરવા હાકલ કરી હતી.

લાઠીમાં પાણી મુદ્દે લોહિયાળ જંગ

 અમરેલીના લાઠી તાલુકાના અડતાળા ગામે પાણીના પ્રશ્ને રજૂઆત કરવા ગયેલા ગ્રામજનો પર ઉપસરપંચ જીતુભાઈ વાળાએ રિવોલ્વર અને ધોકા વડે હત્યાનો પ્રયાસ કર્યો છે. પોલીસે 5 પૈકી 3 આરોપીઓની ધરપકડ કરી ફરાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

વંથલીમાં વીજ કરંટથી સિંહનું મોત

 જૂનાગઢના વંથલીના ધણફુલીયા ગામે ખેતર ફરતે મુકાયેલા જીવંત વીજવાયરનો કરંટ લાગતા સિંહનું મોત નીપજ્યું છે. વન વિભાગે આરોપી ખેડૂત હરી ચાવડાની અટકાયત કરી ઘટનાસ્થળે રીકન્ટ્રક્શન કરાવી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત