Video: AFTERNOON NEWS/ ચીનમાં ૩ મહાસત્તાઓની બેઠક, બાંગ્લાદેશમાં ફરી ભડકી હિંસા

1) ચીનમાં ૩ મહાસત્તાઓની બેઠક
ભારત સહિત સમગ્ર વિશ્વની નજર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થનારી ત્રિપક્ષીય બેઠક પર છે, જે ચીનના શેનઝેન શહેરમાં યોજાવાની છે.
2) બાંગ્લાદેશમાં ફરી ભડકી હિંસા, 28 જિલ્લાઓમાં બોમ્બ ધડાકા
બાંગ્લાદેશ રાજકીય હિંસા અને આગચંપીની આગમાં લપેટાયું. શેખ હસીનાની અવામી લીગ દ્વારા જાહેર કરાયેલા 'લૉકડાઉન' પૂર્વે દેશભરમાં ભારે બબાલ મચી છે. 28 જિલ્લાઓમાં બોમ્બ ધડાકા, વાહન સળગાવવાના અને તોડફોડના બનાવો બન્યા
3) સુનાવણીમાં ગેરહાજર રહેતા સાંસદ ચંદ્રશેખરનું મકાન જપ્ત કરી લેવા કોર્ટનો આદેશ
નગીનાના સાંસદ ચંદ્રશેખર આઝાદને મોટો ઝટકો લાગ્યો છે. ગાઝિયાબાદની MP-MLA કોર્ટે 2018ના એક કેસમાં સતત ગેરહાજર રહેવા બદલ 17 નવેમ્બરે તેમના ઘરની જપ્તીનો આદેશ આપ્યો છે
4) એક પક્ષને મદદ કરવા 13 કરોડ મત કાપી નાખ્યા- ચૂંટણી પંચ પર આરોપ
સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ વી. ગોપાલા ગૌડાએ ચૂંટણી પંચ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે જણાવ્યું કે, પંચે એક પક્ષને ફાયદો પહોંચાડવા 13 કરોડ લોકોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખ્યા છે
5) સુમુલ ડેરીએ પણ આજથી દૂધના ભાવ લિટરે રૂ.1 થી 6 સુધી વધાર્યા
સુમુલ ડેરીએ દૂધના ભાવમાં રૂ. 1 થી 6નો વધારો ઝીંક્યો છે. 19 નવેમ્બરથી અમલી બનેલા આ ભાવવધારાથી સુરત અને તાપી જિલ્લાના લાખો ગ્રાહકોને અસર થશે
6) તારાપુર ચોકડી પાસે ભયાનક અકસ્માત
તારાપુર ચોકડી નજીક ટેન્કર ચાલકે સર્જેલા ભયાનક અકસ્માતમાં એક કર્મચારીનું મોત નીપજ્યું છે અને દંપતી સહિત અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે પોલીસે આરોપી ચાલકને ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી છે.








