Video: AFTERNOON NEWS: ચૂંટણીમાં પરાજય, ટ્રમ્પ-વેન્સ વચ્ચે તિરાડ,  અમેરિકાનું રાજકારણ હચમચ્યું, ટ્રમ્પ સરકાર ભારતની પાછળ પડી

સોર્સ: gstv

1) ચૂંટણીમાં પરાજય, ટ્રમ્પ-વેન્સ વચ્ચે તિરાડ,  અમેરિકાનું રાજકારણ હચમચ્યું

હારથી વોશિંગ્ટનનું રાજકીય સંતુલન બદલાયું છે, સાથે જ ટ્રમ્પ અને ઉપપ્રમુખ જેડી વેન્સ વચ્ચે ઈરાન યુદ્ધ મુદ્દે મતભેદ સપાટી પર આવ્યા છે.રિપબ્લિકન પાર્ટીને મોટો ઝટકો લાગ્યો

જાહેરાત

2) ચૂંટણીમાં હાર્યા બાદ ટ્રમ્પ સરકાર ભારતની પાછળ પડી

ટ્રમ્પ પ્રશાસને ઈરાનને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોમાંથી બચાવવામાં મદદ કરવાના ગંભીર આક્ષેપ હેઠળ એક ભારતીય કારોબારી, તેમની પત્ની તેમજ ભારત સ્થિત નવ કંપનીઓ પર કડક પ્રતિબંધો મૂક્યા 

3) 'સંસદનું કામ અમે ના કરી શકીએ સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો નિર્ણય

સુપ્રીમ કોર્ટે લોકસભા-વિધાનસભાની SC/ST અનામત બેઠકો પર રોટેશન નીતિ લાગુ કરવાની માંગ ફગાવી દીધી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની પીઠે જણાવ્યું કે, અનામત નીતિ નક્કી કરવી સંસદનો અધિકાર છે, ન્યાયતંત્ર નહીં

4) કોંગ્રેસના 60 નેતાઓના સસ્પેન્શન પાછળનાં કારણો ચર્ચામાં

દિલ્હીમાં INDIA બ્લોકની રેલીમાં ગેરહાજર રહેવું મધ્યપ્રદેશ યુથ કોંગ્રેસના 60 હોદ્દેદારોને ભારે પડ્યું છે. યુથ કોંગ્રેસે 9 જિલ્લા પ્રમુખ સહિત 60 હોદ્દેદારોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે

5) CNG 100 ને પાર, અદાણીએ 14 દિવસમાં બીજી વખત CNGના ભાવ વધાર્યા

અમદાવાદમાં દિવાળી પૂર્વે જ અદાણીએ CNGના ભાવમાં 14 દિવસમાં બીજી વખત રૂ. 2.30નો વધારો ઝીંક્યો છે. અગાઉ 23 ઓક્ટોબરે રૂ. 4નો વધારો થયો હતો. આ નવા ભાવવધારા સાથે CNGનો ભાવ રૂ. 100.77ને પાર પહોંચ્યો 

6) સુરેન્દ્રનગર તંત્રએ 27 મિલકતો કરી સીલ

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ વેરો ન ભરનાર મિલકતધારકો સામે લાલ આંખ કરી છે. જવાહર ચોકમાં બે મિલકતો સીલ કર્યા બાદ હવે અન્ય 27 મિલકતો સામે પણ સીલિંગની કાર્યવાહી કરવાની તૈયારી શરૂ કરાઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત