Video: EVENING BULLETIN / જાવેદ અખ્તરના નિવેદન પર વિવાદ, સુરત ભાજપમાં આંતરિક વિખવાદ,TAT પરિણામ મુદ્દે ઉમેદવારોનો વિરોધ

બાંગ્લાદેશમાં ફરી ભડકી હિંસા
બાંગ્લાદેશના ગોપાલગંજ અને ફરીદપુરમાં ફરી હિંસા ભડકી ઉઠી છે. પોલીસ અને અવામી લીગના સમર્થકો વચ્ચેની ઝડપમાં બીએનપીના સ્થાનિક કિસાન વિંગના નેતા રાજુ મોલ્લાની હત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ભારે તણાવ અને અશાંતિ ફેલાઈ ગઈ છે.
જાવેદ અખ્તરના નિવેદન પર વિવાદ
રામ દરેક ભારતીયના લોહીમાં વસેલા છે અને તે જીવવાની એક રીત છે" - ગીતકાર જાવેદ અખ્તરના આ નિવેદનથી નવો વિવાદ છેડાયો છે. રાજકીય પક્ષોએ આ નિવેદનને સમર્થન આપ્યું છે, જ્યારે મૌલાના સાજિદ રશીદીએ તેનો સખત વિરોધ કર્યો છે.
કુલગામમાં લશ્કરનો કમાન્ડર ઠાર
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે મોટી અથડામણ થઈ છે. સુરક્ષાદળોની જવાબી કાર્યવાહીમાં લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર લતીફ ભટ માર્યો ગયો છે. હાલ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વધારીને સર્ચ ઓપરેશન તેજ કરાયું છે.
સુરત ભાજપમાં તોડનો વિવાદ
સુરત ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ છે. ગેરકાયદે બાંધકામમાં ૧૯ લાખના કથિત સેટલમેન્ટની વોટ્સએપ ચેટ વાયરલ થતાં ખળભળાટ મચ્યો છે. વોર્ડ નંબર ૨૭ના દરેક કોર્પોરેટરને ૨-૨ લાખ મળ્યા હોવાના આક્ષેપથી શહેર ભાજપમાં આક્ષેપબાજી તેજ બની છે.
TAT પરિણામ મુદ્દે ઉમેદવારોનો વિરોધ
TAT હાયર સેકન્ડરીના પરિણામમાં અનિયમિતતાના આક્ષેપ સાથે સાબરકાંઠામાં ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો છે. પરીક્ષાર્થીઓએ અધિક કલેક્ટરને આવેદન આપી પેપર વાઈઝ ગુણ જાહેર કરવા, સ્કેન કોપી આપવા અને પુનઃમૂલ્યાંકનની માંગ કરી છે.











