Video: AFTERNOON NEWS/ ચીનનું યુદ્ધ વિમાન ભારતમાં ઘૂસ્યું, સુપ્રીમ કોર્ટ તરફથી આઝમ ખાનને મોટી રાહત

સોર્સ: gstv

1) ચીનનું યુદ્ધ વિમાન ભારતમાં ઘૂસ્યું સિક્કિમ પર 20 મિનિટ ફરતુ રહ્યું

ITBP વડાની ચેતવણી બાદ ચીનની નાપાક હરકત સામે આવી છે. સિક્કિમમાં ભારતના ચિકન નેક નજીક ચીનનું યુદ્ધ વિમાન 20-25 મિનિટ સુધી ભારતીય એરસ્પેસમાં ફરતું રહ્યું હતું. ભારતીય એરફોર્સે ચેતવણી આપવા છતાં તે પાછું ન ફર્યું.

જાહેરાત

2) મનિલામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  મંદિરના ભૂમિપૂજન સમારોહમાં રહ્યા હાજર

ફિલિપાઈન્સના મનિલામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખાલસા દિવાન મંદિરના ભૂમિપૂજન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન તેમણે ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

3) ઉત્તરાખંડમાં મોતનું તાંડવ:  2 ભયાનક અકસ્માતમાં 12ના મોત

ઉત્તરાખંડમાં 2 ગમખ્વાર માર્ગ અકસ્માતો સર્જાયા છે, જેમાં કુલ 12 લોકોએ જીવ ગુમાવ્યા છે. રુદ્રપ્રયાગમાં બોલેરો ખીણમાં ખાબકતા 4ના મોત થયા હતા, જ્યારે ઋષિકેશ-બદ્રીનાથ હાઇવે પર બસ પુલ પરથી પાણીમાં પડતા 8ના મોત થયા છે. 

4) સુપ્રીમ કોર્ટ તરફથી આઝમ ખાનને મોટી રાહત

આઝમ ખાનને જન્મના ખોટા પ્રમાણપત્ર સાથે સંકળાયેલા એક કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. સર્વોચ્ચ અદાલતે આઝમ ખાનની દોષિત ઠેરવવાની કાર્યવાહી પર રોક લગાવવાના અલાહાબાદ હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો છે. 

5) ડિંડોલીમાં થયેલી શ્રમિકની હત્યાનો ભેદ ઉકેલાયો

સુરતના ડિંડોલીમાં ચકચાર મચાવનાર શ્રમિકની હત્યાનો ભેદ ઉકેલાયો છે. પ્રણય ત્રિકોણમાં હત્યા કરી મધ્યપ્રદેશ ભાગી ગયેલા ખૂની દંપતીને પોલીસે ઝડપી પાડ્યું છે.

6) દારૂના નશામાં કાર ચાલકે વાહનોને લીધા અડફેટે

અમદાવાદના નરોડા વિસ્તારમાં દારૂના નશામાં ચૂર સ્કોર્પિયો ચાલકે બેફામ પૂરઝડપે વાહનોને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક બાઈક સવાર ગંભીર રીતે ઘાયલ થતાં પોલીસે આરોપીને સકંજામાં લીધો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત