Video: EVENING BULLETIN / ક્રિમિયા બ્રિજ પર યુક્રેનનો ડ્રોન હુમલો, SC-ST અનામત રોટેશન અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો

સોર્સ: gstv

ઈરાનના દાવાથી દુનિયાનો શ્વાસ અદ્ધર

ઈરાનની IRGC નેવીએ સનસનાટીપૂર્ણ દાવો કર્યો છે કે છેલ્લા 24 કલાકમાં હોર્મુઝની સામુદ્રધુનીમાં દરિયાઈ માઇન્સ સાથે અથડાવાથી 6 વિશાળ ઓઇલ ટેન્કરો સળગી ઊઠ્યા છે અથવા ડૂબી ગયા છે. આ સાથે જ ઈરાને અમેરિકન સૈન્યને સહયોગ કરતી શિપિંગ કંપનીઓને નિશાન બનાવવાની ચીમકી પણ આપી છે.

ક્રિમિયા બ્રિજ પર યુક્રેનનો ડ્રોન હુમલો

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ વધુ ઉગ્ર બન્યો છે. યુક્રેનની સેનાએ રશિયાના કબજા હેઠળના ક્રિમિયાને નિશાન બનાવી, રશિયા અને ક્રિમિયાને જોડતા મહત્ત્વપૂર્ણ ક્રિમિયા બ્રિજ પર ડ્રોન હુમલો કર્યો છે. આ હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

જાહેરાત

CRPF જવાનો પર હુમલાનો લેવાયો બદલો

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં 2 આતંકીઓ ઠાર મરાયા છે. માર્યા ગયેલા આતંકીઓમાં લશ્કર-એ-તૈયબાનો વોન્ટેડ આતંકી લતીફ ભટ પણ સામેલ છે. ગત સપ્તાહે CRPF ચોકી પર થયેલા હુમલામાં તેની સંડોવણી હોવાની આશંકા હતી.

SC-ST અનામત રોટેશન અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો

SC-ST અનામત બેઠકોના રોટેશન મુદ્દે સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે કોઈ મતદાર કે ઉમેદવારને ચોક્કસ બેઠક આરક્ષિત કરાવવાનો અધિકાર નથી, પરંતુ રોટેશન ક્યારે અને કેવી રીતે કરવું તેનો અંતિમ નિર્ણય સરકાર લેશે.

સાયલામાંથી લાખોનું શંકાસ્પદ પ્રવાહી ઝડપાયું

સુરેન્દ્રનગરના સાયલા નજીક આદિત્ય એગ્રો એનર્જી પંપના કમ્પાઉન્ડમાંથી પોલીસે ₹26.89 લાખની કિંમતનો 35,864 લીટર શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી ભરેલું ટેન્કર ઝડપ્યું છે. ચાલક પાસેથી શંકાસ્પદ બિલો મળતા પોલીસે પ્રવાહીના સેમ્પલ FSL તપાસ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

નસવાડી ગ્રામ પંચાયતમાં સરપંચ-તલાટીને તાળું મરાયું

 છોટા ઉદેપુરના નસવાડી જૂથ ગ્રામ પંચાયતમાં સરપંચ અને સભ્ય પતિના વિખવાદમાં ગ્રામજનો અટવાયા છે. અગાઉનું મનદુઃખ રાખીને સભ્ય પતિએ સરપંચ, તલાટી અને અરજદારને પંચાયતમાં પૂરી બહારથી તાળું મારી દીધું હતું. અગાઉ પત્નીને પૂરી દેવાઈ હોવાનો બદલો લીધો હોવાનું સભ્ય પતિએ જણાવ્યું હતું.

આ સમાચાર શેર કરો

જાહેરાત