મુખ્ય સામગ્રી પર જાઓ
બુલેટિન

Video: EVENING BULLETIN / 1.32 કરોડ પગાર હોય તો જ H-1B વિઝા મળશે! વિદ્યાર્થીઓના હિતમા સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

1.32 કરોડ પગાર હોય તો જ H-1B વિઝા મળશે!

અમેરિકામાં H-1B વિઝા હેઠળ નોકરી કરતા ભારતીયોની ચિંતા વધી છે. રિપબ્લિકન નેતાઓએ વિદેશી કર્મચારીઓ માટે વાર્ષિક લઘુતમ પગાર વધારીને આશરે ૧.૪૦ લાખ ડૉલર એટલે કે લગભગ ૧.૩૨ કરોડ રૂપિયા કરવાની દરખાસ્ત રજૂ કરી છે, જેથી સ્થાનિક અમેરિકનોને પ્રાથમિકતા મળી શકે.

સાઉદી અરેબિયામાં ભારતીયો માટે એડવાઈઝરી

હુથી બળવાખોરોના હુમલાને પગલે રિયાધ સ્થિત ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકો માટે તાત્કાલિક એડવાઈઝરી જારી કરી છે. સાઉદી સત્તાવાળાઓ દ્વારા નેશનલ ઇમરજન્સી પ્લેટફોર્મ મારફતે આપવામાં આવતી કટોકટીની ચેતવણીઓ અને નિર્દેશોનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓના હિતમા સુપ્રીમ કોર્ટનો મોટો ફેંસલો

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે એન્જિનિયરિંગ અને ફાર્મસી જેવા પ્રોફેશનલ કોર્સ શરૂ થયા પછી મનસ્વી રીતે ફી વધારી શકાશે નહીં. પ્રવેશ સમયે જ સમગ્ર અભ્યાસક્રમની ફી નક્કી કરવી અનિવાર્ય રહેશે, જેથી પરિવારો યોગ્ય આર્થિક આયોજન કરી શકે.

ગોવામાં 300 પ્રદર્શનકારીઓ સામે એફઆઈઆર

ગોવાની રાજધાની પણજીમાં કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શન દરમિયાન વિવાદ વકર્યો છે. પ્રદર્શન વખતે ધાર્મિક લાગણી દુભાય તેવા વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર કરવા બદલ પોલીસે લગભગ ૩૦૦ જેટલા અજાણ્યા પ્રદર્શનકારીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધીને તપાસ હાથ ધરી છે.

કચ્છ સરહદેથી પાકિસ્તાની બોટ ઝડપાઈ

કચ્છના સંવેદનશીલ ક્રીક વિસ્તારમાંથી બીએસએફના જવાનોએ પેટ્રોલિંગ દરમિયાન એક પાકિસ્તાની બોટ સાથે ઘૂસણખોરને ઝડપી પાડ્યો છે. બોટમાંથી માછીમારીનો સામાન મળી આવ્યો છે, ત્યારે કોઈ જાસૂસી કે ષડયંત્ર છે કે નહીં તે જાણવા એજન્સીઓએ સઘન પૂછપરછ અને સર્ચ ઓપરેશન તેજ કર્યું છે.

નસવાડીમાં પંચાયત ગ્રાન્ટમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

નસવાડીના રતનપુરામાં ૧૫મા નાણાપંચની ગ્રાન્ટમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે. બોર કે મોટર લગાવ્યા વગર જ કાગળ પર કામ દર્શાવી નાણાં ઉપાડી લેવાતાં રોષે ભરાયેલા લોકોએ સૂત્રોચ્ચાર કરી ભ્રષ્ટ સરપંચ અને અધિકારીઓ સામે કડક તપાસની માંગ કરી છે.

આ સમાચાર શેર કરો