મુખ્ય સામગ્રી પર જાઓ
બુલેટિન

EVENING BULLETIN / CEC વિરુદ્ધની અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી, પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ

પાકિસ્તાનમાં આર્મી એરક્રાફ્ટ ક્રેશ

પાકિસ્તાની સેનાનું મશશાક ટ્રેનિંગ એરક્રાફ્ટ ટેકનિકલ ખામીના કારણે દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ ભયાનક અકસ્માતમાં વિમાનમાં સવાર બંને પાયલટ્સનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં છે. ઘટના બાદ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને ઊંડો શોક વ્યક્ત કર્યો છે."

CEC વિરુદ્ધની અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

"સુપ્રીમ કોર્ટે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) વિરુદ્ધ દાખલ થયેલી તમામ અરજીઓ પર એકસાથે સુનાવણી કરવાનો મોટો નિર્ણય લીધો છે. કોર્ટે આ મામલે આગામી ૨૭ ઓક્ટોબરની તારીખ નક્કી કરી છે, જ્યાં તમામ અરજીઓ પર એકસાથે સુનાવણી હાથ ધરાશે."

શિવરાજ સિંહનો રાહુલ ગાંધી પર પ્રહાર

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના શિવ અંગેના નિવેદન પર કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આકરા પ્રહારો કર્યા છે. શિવરાજે કહ્યું કે, 'આ શિવજીની જાન નથી, પરંતુ રસ્તાઓ પર અરાજકતા ફેલાવનારા ઉપદ્રવીઓનું ટોળું છે. રામનો વિરોધ કરનારા હવે શિવજીની વાત કરી રહ્યા છે.'

અરવલ્લીમાં શાળાના સ્થળાંતર સામે વિરોધ

"અરવલ્લીના ધુનાવાડા ગામે ફાળવેલી માધ્યમિક શાળા ગારૂડી લઈ જવા સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો. બાળકોને શાળાએ ન મોકલ્યા બાદ આજે ગ્રામજનો સીધા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. અધિકારીઓએ બે દિવસમાં સ્થળ મુલાકાત લઈ યોગ્ય ઉકેલ લાવવાની ખાતરી આપી છે."

પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ

પાટણ કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપ અને કોંગ્રેસની મહિલા કાર્યકરો વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું. પોલીસે ૧૦થી વધુ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરતાં મામલો બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જ્યાં ધારાસભ્ય કિરીટ પટેલ અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થતાં વાતાવરણ તંગ બન્યું હતું.

આ સમાચાર શેર કરો