Video: AFTERNOON NEWS/ મિડલ ઈસ્ટમાં ફરી ટેન્શન,, બાંગ્લાદેશી સ્પીકરે ઝેર ઓક્યું

સોર્સ: gstv

1) મિડલ ઈસ્ટમાં ફરી ટેન્શન, કુવૈતમાં ડ્રોન હુમલામાં 2 ઈટાલિયન નાગરિકોના મોત

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે, કુવૈતમાં ડ્રોન હુમલામાં 2 ઇટાલિયન નાગરિકોના મોત થયા છે. ઇટાલીના વિદેશ મંત્રાલયે આની પુષ્ટિ કરી છે,

જાહેરાત

2) 1971ના યુદ્ધમાં ભારતે મદદ નહોતી કરી.બાંગ્લાદેશી સ્પીકરે ઝેર ઓક્યું

પાકિસ્તાન ગયેલા બાંગ્લાદેશના સંસદ સ્પીકર હાફિઝ ઉદ્દીન અહમદે ભારત વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદનો આપ્યા છે. ઇસ્લામાબાદમાં તેમણે દાવો કર્યો કે 1971માં ભારતે પાકિસ્તાનને નબળું પાડ્યું.

3) સીમાંકન ખરડાને લઈને ડીએમકે મોદી સરકારને સમર્થન આપી શકે છે.

સંસદના વિશેષ સત્ર પહેલાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે, જેમાં સીમાંકનનો મુદ્દો કેન્દ્રસ્થાને છે. કોંગ્રેસના સાંસદ મનોજ કુમારે દાવો કર્યો છે કે ડીએમકના કેટલાક સાંસદો અમુક શરતોને આધીન સીમાંકન માટે તૈયાર છે. વિપક્ષમાં ખળભળાટ મચ્યો

4) અમારી મોતનું કારણ મોબાઈલમાં છે...', જયપુરમાં માતા-પુત્ર અને દીકરીની સામૂહિક આત્મહત્યા 

જયપુરના ભટ્ટા બસ્તી વિસ્તારમાં એક જ પરિવારના 3 સભ્યોના મૃત્યુથી હાહાકાર મચી ગયો છે. રામનગર સ્થિત મકાનમાંથી માતા, પુત્ર અને પુત્રીના મૃતદેહ બંધ રૂમમાંથી મળ્યા છે. 

5) ડેસરના ખેતરોમાં દીપાડો દેખાતા લોકોમાં ભયનો માહોલ

ડેસર તાલુકાના દરકુડી ગામનાં ખેતરોમાં દીપડો દેખાતાં ખેડૂતોમાં ભયનો માહોલ છે, ત્યારે દીપડાને સુરક્ષિત રીતે પકડી અન્ય વિસ્તારમાં ખસેડવાની માગ ઉઠી છે.

6) રાજકોટમાં પોલીસ પુત્રને કરાવ્યું કાયદાનું ભાન

રાજકોટમાં ASI ને પટ્ટો ઉતરાવી નાખવાની ધમકી આપનાર પોલીસ પુત્રને માલવિયાનગર પોલીસે કાયદાનું ભાન કરાવી ધરપકડ કરી માફી મંગાવી છે. વાહન સાઈડમાં રાખવાનું કહેતો શખ્સ ASI પર ઉશ્કેરાયો હતો

આ સમાચાર શેર કરો

જાહેરાત