Video: EVENING BULLETIN / અમેરિકાના ટેરિફ સામે ચીનની ચેતવણી, સીમાંકન બિલ પર વિપક્ષમાં તિરાડ,  કાલસર ગ્રામ પંચાયતમાં અવિશ્વાસનો પ્રસ્તાવ ફોક

સોર્સ: gstv

અમેરિકાના ટેરિફ સામે ચીનની ચેતવણી

ભારત-ચીન સહિત 16 દેશો પર 20 ટકા સુધી ટેરિફ લગાવવાના અમેરિકાના પ્રસ્તાવનો ચીને વિરોધ કર્યો છે. ચીને અમેરિકાને નીતિ સુધારવા અને ટેરિફ પર પુનર્વિચાર કરવા કહ્યું છે, સાથે જ પોતાના હિતોના રક્ષણ માટે જરૂરી પગલાં લેવાની ચેતવણી આપી છે.

રશિયાના એરબેઝ પર યુક્રેનનો હુમલો

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે યુક્રેને સવાસ્લેયકા એરબેઝ પર હુમલો કરી 3 MiG-31 અને 2 Su-34 સહિત 5 લડાકુ વિમાનોને નુકસાન પહોંચાડ્યાનો દાવો કર્યો છે. બીજી તરફ, રશિયાએ કીવ પર બેલિસ્ટિક મિસાઇલ હુમલો કરતા એક શોપિંગ સેન્ટર અને ઇમારતોને ભારે નુકસાન થયું છે.

જાહેરાત

સીમાંકન બિલ પર વિપક્ષમાં તિરાડ

ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં સંસદનું શિયાળુ સત્ર શરૂ થવાની શક્યતા વચ્ચે કેન્દ્ર સરકારે મંત્રીઓને 15 ડિસેમ્બર સુધી વિદેશ પ્રવાસ ટાળવાની સૂચના આપી છે. સંસદમાં સીમાંકન અને મહિલા અનામત બિલ આવવાની ચર્ચા વચ્ચે સુપ્રિયા સુલેએ બિલ સારું હોવાની શક્યતા દર્શાવતા મહાવિકાસ અઘાડીમાં મતભેદો સપાટી પર આવ્યા છે.

જાફરાબાદમાં સિંહનો હુમલો

જાફરાબાદના કોબળીની વાવ વિસ્તારમાં ધોળા દિવસે પશુ ચરાવવા જઈ રહેલા 46 વર્ષીય શિનુભાઈ બારૈયા પર સિંહે હુમલો કર્યો છે. લોહીલુહાણ હાલતમાં તેમને રાજુલા સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે, જ્યારે સ્થાનિકોએ સિંહને તાત્કાલિક પાંજરે પૂરવાની માંગ કરી છે.

 કાલસર ગ્રામ પંચાયતમાં અવિશ્વાસનો પ્રસ્તાવ ફોક

ઠાસરાના કાલસર ગામમાં સરપંચ મલેક ઇમ્તિયાઝ બાનુ વિરુદ્ધ લવાયેલો અવિશ્વાસનો પ્રસ્તાવ જરૂરી 2/3 બહુમતી ન મળતા નામંજૂર થયો છે. કુલ 8માંથી 6 સભ્યો હાજર રહ્યા હતા અને 5 મત તરફેણમાં પડ્યા છતાં બહુમતીના અભાવે પ્રસ્તાવ ફોક થતા સરપંચની ખુરશી સલામત રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત