Video: EVENING BULLETIN / રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની મોટી રાહત, ખેડા શિક્ષણ વિભાગના પરિપત્રથી વિવાદ

બાંગ્લાદેશમાં ગારમેન્ટ કામદારોનો ચક્કાજામ
બાંગ્લાદેશમાં ગારમેન્ટ કામદારોનું આંદોલન 26મા દિવસે પણ યથાવત છે. વેતન બોર્ડની 17 હજાર ટકા લઘુત્તમ વેતનની જાહેરાત ફગાવીને નારાજ કામદારોએ ગાઝીપુરમાં બે મુખ્ય હાઈવે પર ચક્કાજામ કરતાં ભારે ટ્રાફિક જામ સર્જાયો છે.
રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની મોટી રાહત
કથિત અપ્રમાણસર મિલકતના કેસમાં સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધી સામે CBI અને ED તપાસના આદેશને રદ કર્યો છે. ચીફ જસ્ટિસ સૂર્ય કાંતની બેન્ચે અલ્લાહાબાદ હાઈકોર્ટને રાહુલ ગાંધીને પક્ષકાર બનાવીને નવેસરથી સુનાવણી કરવા નિર્દેશ આપ્યો છે.
આદેશ છતાં ન પ્રગટ્યો કાર્તિકાઈ દીપમ
તમિલનાડુના મદુરાઈમાં સુપ્રીમ કોર્ટની મંજૂરી છતાં મંદિર પ્રશાસને પરંપરાનો હવાલો આપી મંજૂરી ન આપતાં 24 નવેમ્બરે વિવાદિત સ્તંભ પર કાર્તિકાઈ દીપમ પ્રગટાવી શકાયો નહોતો, જે અંગે કલેક્ટરે સુપ્રીમ કોર્ટમાં અહેવાલ રજૂ કર્યો છે.
રિક્ષા-ટેક્સી ચાલકોનો વિરોધ
અમદાવાદ RTO કચેરી ખાતે 16 રિક્ષા-ટેક્સી એસોસિએશનોએ એગ્રીગેટર કંપનીઓના શોષણ અને સફેદ નંબર પ્લેટ પર ચાલતા વાહનો સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ચાલકોએ પડતર પ્રશ્નોનો કાયમી ઉકેલ નહીં આવે ત્યાં સુધી નહીં હટવાની ચીમકી ઉચ્ચારી છે.
ખેડા શિક્ષણ વિભાગના પરિપત્રથી વિવાદ
નડિયાદમાં RTE હેઠળના ગરીબ વિદ્યાર્થીઓની સહાય માટે માત્ર SBI અને BOB બેંકના ખાતા જ સ્વીકારવાના ખેડા શિક્ષણ વિભાગના પરિપત્રથી વિવાદ સર્જાયો છે. 3 હજારની સહાય માટે 1 હજાર ખર્ચી નવું ખાતું ખોલાવવા મજબૂર કરવા સામે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.









