Video: AFTER NOON / 2 વર્ષ બાદ વતન વાપસીનું એલાન, ઉમર ખાલિદ અને શરજીલ ઈમામનો કેસ

1) 2 વર્ષ બાદ વતન વાપસીનું એલાન! 16 ડિસેમ્બરે બાંગ્લાદેશ પરત ફરશે શેખ હસીના
બાંગ્લાદેશના પૂર્વ PM શેખ હસીનાએ 16 ડિસેમ્બરે વિજય દિવસના અવસરે દેશ પરત ફરવાની જાહેરાત કરી. 2024માં વિદ્યાર્થી આંદોલન બાદ તેઓ ભારત આવ્યા હતા. ઢાકા સરકારે તેમના પ્રત્યાર્પણની માંગ કરતા નવોપાસપોર્ટ આપવાનો ઇનકાર કર્યો છે.
2) ઉમર ખાલિદ અને શરજીલ ઈમામના કેસમાં CJI સૂર્ય કાંતની બેન્ચ સાંભળશે દલીલો
દિલ્હી રમખાણોના કેસમાં આરોપી અને હાલમાં લગભગ છ વર્ષથી જેલમાં બંધ ઉમર ખાલિદ અને શરજીલ ઈમામની જામીન અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં ફરી એકવાર સુનાવણી થવાની છે.
3) બદ્રીનાથમાં ભેટ-સોગાદોની ગેરરીતિ: SITનો 300 પાનાનો રિપોર્ટ
બદ્રીનાથમાં ભેટ-સોગાદોની સુરક્ષામાં થયેલી ચૂક અંગે SITએ પાંચ મહિનાની તપાસ બાદ સરકારને ૩૦૦ પાનાનો રિપોર્ટ સોંપ્યો, જેમાં વ્યવસ્થાપનની ખામીઓ દર્શાવી સુધારાની ભલામણો કરાઈ છે. મંદિર સમિતિના કર્મચારી અને નિવૃત્ત અધિકારી ની ૧૭ જુલાઈએ ધરપકડ કરાઈ હતી.
4) ગીરના જંગલને પ્લાસ્ટિકના કચરાથી મોટું નુકસાન
જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા બાદ ગીરના જંગલને પ્લાસ્ટિકના કચરાથી મોટું નુકસાન થયું છે. વનવિભાગના સઘન ચેકિંગ છતાં 36 કિલોમીટરના રૂટ પર તમાકુના માવાના પ્લાસ્ટિકના કાગળોનો કચરો ઠેરઠેર જોવા મળ્યો.
5) શામળાજીમાં શ્રદ્ધાળુઓનો ભારે ધસારો
આજે કાર્તિકી પૂર્ણિમાના પાવન અવસરે પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ ભક્તો શામળિયાના દર્શન માટે ઉમટી પડ્યા છે.
6) જેતપુરમાં બે સિંહણના મોત
રાજકોટના જેતપુર નજીક ટ્રેનની અડફેટે બે સિંહણના મોત થતાં વન વિભાગમાં દોડધામ મચી ગઈ છે. આ વિસ્તારમાં પ્રથમ વખત આવી ઘટના બનતાં DCF સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી હતો.










