Video: તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયનો પેરુન્દુરાઈમાં ભવ્ય રોડ-શો યોજાયો, ટીવીકે કાર્યકરો અને જનતા દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કર્યું

તમિલનાડુના મુખ્યમંત્રીનો કાફલો હાઈવે પરથી મુખ્યનગર વિસ્તાર તરફ આગળ વધ્યો ત્યારે રસ્તાની બંને બાજુએ ઉત્સાહી ચાહકો, સામાન્ય જનતા અને ટીવીકે પક્ષના કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થઈને તેમનું અભિવાદન કર્યું હતું. કોચી-સેલમ નેશનલ હાઈવે પર ચેંગાપલ્લી ફ્લાયઓવરથી કાંજીકોવિલ પિરિવુ સુધીના માર્ગ પર વહીવટીતંત્ર દ્વારા સાત મુખ્ય સ્વાગત સ્થળો નક્કી કરાયા હતા. આ પહેલા કોઇમ્બતુર એરપોર્ટ પર મંત્રીઓ અને અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. નિર્ધારિત કાર્યક્રમ મુજબ મુખ્યમંત્રીએ જનતા વચ્ચે 1 હજાર 110 કરોડના માતબર આર્થિક પેકેજનું વિતરણ કરી જનકલ્યાણકારી કાર્યોને વેગ આપ્યો હતો.
જાહેરાત






