Video: મદુરાઈમાં દિવાળી ખરીદીની ધૂમ

તમિલનાડુના મદુરાઈમાં દિવાળીના તહેવારને હવે એક અઠવાડિયું બાકી રહેતા ખરીદીનો માહોલ જામી રહ્યો છે. શહેરના વિલક્કુથૂન અને તેની આસપાસના બજારોમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટી રહ્યા છે. દુકાનો અને રસ્તાની બાજુમાં લાગેલા સ્ટોલ પર ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે. કપડાં, ફટાકડા ઘરવખરી સહિતની વિવિધ ચીજવસ્તુઓની ખરીદી માટે લોકો બજારમાં પહોંચી રહ્યા છે. તહેવાર નજીક આવતાં વેપારીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બજારોમાં વધતી ભીડને કારણે સમગ્ર વિસ્તારમાં દિવાળીનો ઉત્સવી માહોલ છવાયો છે.
જાહેરાત








