મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: મુંબઈમાં પ્રદૂષણ વધતાં ધુમ્મસ છવાયું

સોર્સ: gstv

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં હવા ની ગુણવત્તા સતત બગડી રહી છે, જેના કારણે વડાલા વિસ્તારમાં સવારથી જ ધુમ્મસની જાડી ચાદર છવાયેલી જોવા મળી રહી છે. હવાની ગુણવત્તામાં નોંધપાત્ર ઘટાડો થતાં સ્થાનિક રહીશોને શ્વાસ લેવામાં મુશ્કેલી અને વિઝિબિલિટી ઓછી થવાની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રદૂષણનું સ્તર વધતાં તબીબોએ લોકોને માસ્ક પહેરવા અને સવારના સમયે બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ આપી છે. તંત્ર દ્વારા પ્રદૂષણ નિયંત્રણ માટેના જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો