મુખ્ય સામગ્રી પર જાઓ

રામલીલા મેદાનમાં I.N.D.I.A. ગઠબંધનની મહારેલી: રાહુલ ગાંધી- અખિલેશ યાદવ મેદાને

રામલીલા મેદાનમાં I.N.D.I.A. ગઠબંધનની મહારેલી: રાહુલ ગાંધી- અખિલેશ યાદવ મેદાને
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

દેશની રાજધાની દિલ્હીમાં આજે રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચી ગયું છે. ચૂંટણી પંચની મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતિઓ અને મતદારોના નામ ગાયબ કરવાના ગંભીર આક્ષેપો સાથે વિપક્ષી I.N.D.I.A. ગઠબંધને ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર સામે મોરચો ખોલી દીધો છે. રવિવારે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના તાત્કાલિક રાજીનામાની માંગ સાથે વિપક્ષે રામલીલા મેદાન ખાતે વિશાળ શક્તિ પ્રદર્શનનું આયોજન કર્યું છે. સંસદસભ્યો, મુખ્યમંત્રીઓ અને વિપક્ષી ગઠબંધનના તમામ દિગ્ગજ નેતાઓ આ આંદોલનમાં ભાગ લેવા દિલ્હી પહોંચ્યા છે.

રામલીલા મેદાનમાં ઈન્ડિયા ગઠબંધનનું શક્તિપ્રદર્શન

જાહેરાત

દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાન પર એકવાર ફરી દેશનું રાજકારણ ગરમાયું છે. આગામી રાજકીય સમીકરણો અને ચૂંટણી પ્રક્રિયા સામે સવાલો ઉઠાવી રહેલા વિપક્ષી ‘ઈન્ડિયા’ ગઠબંધને ‘વોટ બચાવો, દેશ બચાવો’ રેલી યોજીને કેન્દ્ર સરકાર સામે મોરચો ખોલ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાનેથી શરૂ થયેલી આ કૂચમાં વિપક્ષના તમામ દિગ્ગજ નેતાઓ એકસાથે જોવા મળ્યા હતા. સુરક્ષાના કારણોસર સમગ્ર વિસ્તારમાં ૩,૦૦૦ થી વધુ સુરક્ષાકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા છે.

મલ્લિકાર્જુન ખડગેના ઘરેથી રામલીલા મેદાન સુધી દિગ્ગજોની કૂચ

આ મહારેલીનું નેતૃત્વ કરવા માટે વિપક્ષી ગઠબંધનના વરિષ્ઠ નેતાઓ સવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને એકઠા થયા હતા. ત્યાંથી એકતાનો સંદેશ આપતાં તમામ અગ્રણી નેતાઓ એકસાથે રામલીલા મેદાન તરફ રવાના થયા હતા.

  • રાહુલ ગાંધી (વિપક્ષના નેતા, લોકસભા)
  • અખિલેશ યાદવ (રાષ્ટ્રીય અધ્યક્ષ, સમાજવાદી પાર્ટી)
  • પ્રિયંકા ગાંધી (સાંસદ, કોંગ્રેસ)
  • કે. સી. વેણુગોપાલ (સાંસદ, કોંગ્રેસ)
  • મમતા બેનરજી (તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ)
  • તેજસ્વી યાદવ (વિપક્ષના નેતા, બિહાર વિધાનસભા)

અખિલેશ યાદવનો યોગી સરકાર પર પ્રહાર: "ડબલ એન્જિન હવે ડબલ ઝીરો બન્યું"

રામલીલા મેદાન પહોંચતાં જ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશ સરકાર પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે રાજ્ય વહીવટીતંત્ર પર અન્યાયની તમામ હદો વટાવી દેવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું કે, અન્યાયની તમામ હદો પાર થઈ ચૂકી છે. એમએલસી ચૂંટણીમાં હારનો સામનો કર્યા પછી હવે 1.27 કરોડ મતો ઘટી ગયા હોવાની વાત યાદ આવી. ડબલ એન્જિન સરકારની વાતો કરનારાઓ રિકાઉન્ટિંગ માંગ્યા પછી અને બેવડી હાર જોયા પછી હવે ‘ડબલ ઝીરો’ સાબિત થયા છે.વિપક્ષી ગઠબંધનનું આ પ્રદર્શન સવારે 11 વાગ્યે કોન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે સાંસદોના એકત્ર થવા સાથે શરૂ થયું હતું. બપોરે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાનેથી ખુલ્લી બસોમાં વરિષ્ઠ નેતાઓ મિન્ટો રોડ-કનોટ પ્લેસ જંકશન પહોંચ્યા હતા, જ્યાંથી રામલીલા મેદાન તરફ ભવ્ય પદયાત્રા કાઢવામાં આવી છે.

રામલીલા મેદાન ખાતે મુખ્ય બે સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે:

  1. મુખ્ય સ્ટેજ: ત્રિરંગા કેનોપીથી સજ્જ વિશાળ મુખ્ય મંચ, જ્યાં ટોચના રાષ્ટ્રીય વિપક્ષી નેતાઓ બિરાજમાન થશે.
  2. બીજો સ્ટેજ: વિવિધ રાજ્યોના એકમો અને પ્રાદેશિક પ્રતિનિધિઓ માટે ખાસ સેકન્ડરી સ્ટેજ.

મેદાનમાં મેટલ બેરિકેડ્સ, અલગ-અલગ એન્ક્લોઝર્સ અને મોટા વ્હાઈટ કેનોપી ટેન્ટ ગોઠવવામાં આવ્યા છે. વહીવટીતંત્ર દ્વારા સ્થળ પર રાત્રિ રોકાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ટોચના રાજકીય ચહેરાઓ અને સંગઠનોની જંગી ઉપસ્થિતિ

  1. રાહુલ ગાંધી (લોકસભા વિરોધ પક્ષના નેતા)
  2. મલ્લિકાર્જુન ખડગે (કોંગ્રેસ અધ્યક્ષ)
  3. મમતા બેનરજી અને અભિષેક બેનરજી (તૃણમૂલ કોંગ્રેસ)
  4. હેમંત સોરેન (ઝારખંડ મુક્તિ મોરચા)
  5. રેવંત રેડ્ડી (તેલંગાણા મુખ્યમંત્રી)
  6. તેજસ્વી યાદવ (રાષ્ટ્રીય જનતા દળ)
  7. અખિલેશ યાદવ (સમાજવાદી પાર્ટી)

આ ઉપરાંત અભિનેતા અને સામાજિક કાર્યકર પ્રકાશ રાજે સોશિયલ મીડિયા પર #justasking ટેગ સાથે નાગરિકોને આ શાંતિપૂર્ણ વિરોધમાં જોડાવા અને ચૂંટણી પંચ સામે અવાજ ઉઠાવવા આહ્વાન કર્યું હતું.

50 હજારની ક્ષમતા સામે 10 લાખનો અંદાજ: સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત

  • વિપક્ષી ગઠબંધન આ રેલીમાં આશરે 10 લાખ લોકોના એકત્ર થવાની અપેક્ષા રાખી રહ્યું છે.
  • દિલ્હી પોલીસે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બેરિકેડિંગને જોતાં રામલીલા મેદાનની વાસ્તવિક ઓપરેશનલ ક્ષમતા માત્ર 30,000 થી 40,000 (વધુમાં વધુ 50,000) લોકો પૂરતી મર્યાદિત કરી છે.
  • ભીડને નિયંત્રિત કરવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા દિલ્હી પોલીસે જડબેસલાક વ્યવસ્થા ગોઠવી છે.
  • સમગ્ર રામલીલા મેદાન અને પ્રવેશદ્વારો પર 200 થી 250 CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે.
  • 3,000 થી વધુ પોલીસ અધિકારીઓ અને 10,000 પેરામિલિટ્રી ફોર્સ તૈનાત કરવામાં આવ્યા છે જેથી ભીડ જંતરમંતર કે અન્ય સંવેદનશીલ વિસ્તારો તરફ આગળ ન વધે.
  • સેવા દળ, સિવિલ ડિફેન્સ કમિટી અને સ્થાનિક વેપારી મંડળોના સ્વયંસેવકો ટ્રાફિક અને ભીડ વ્યવસ્થાપનમાં પોલીસ સાથે સંકલન કરી રહ્યા છે.

રામલીલા મેદાન બહાર કડક બંદોબસ્ત

મહારેલીને પગલે રામલીલા મેદાન અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષાચક્ર મજબૂત કરી દેવામાં આવ્યું છે. દિલ્હી પોલીસ અને પેરામિલિટરી ફોર્સિસ એલર્ટ મોડ પર છે.

મેદાનમાં કાર્યકર્તાઓનો જમાવડો શરૂ

વહેલી સવારથી જ દેશના વિવિધ ભાગોમાંથી કાર્યકર્તાઓ રામલીલા મેદાન ખાતે પહોંચવા લાગ્યા છે.

દિલ્હી ટ્રાફિક પોલીસની ટ્રાફિક એડવાઈઝરી

સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી મધ્ય દિલ્હીના અનેક રૂટ ડાયવર્ટ કરાયા છે. ITO, દિલ્હી ગેટ, રાજઘાટ, અજમેરી ગેટ અને તુર્કમાન ગેટ સહિતના વિસ્તારોમાં ટ્રાફિકમાં ફેરફાર કરાયો છે. જવાહરલાલ નેહરુ માર્ગ, બહાદુરશાહ ઝફર માર્ગ, મિંટો રોડથી બચવા સલાહ અપાઈ છે. LNJP અને GB પંત હોસ્પિટલ માટે એમ્બ્યુલન્સ અને ઈમરજન્સી વાહનો માટે ખાસ કોરિડોર બનાવાયો છે.

હરિયાણાથી કાર્યકર્તાઓની કૂચ, ખડગેના નિવાસસ્થાને હલચલ

હરિયાણાના ભિવાનીથી ‘ઇન્ડિયા’ બ્લોકના કાર્યકર્તાઓ દિલ્હી માટે રવાના થઈ ગયા છે (160 બસો અને 553 નાના વાહનો મારફતે હજારો કાર્યકર્તાઓ પહોંચી રહ્યા છે). દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને પણ નેતાઓની હિલચાલ તેજ થઈ ગઈ છે.

14 સુરક્ષા ઝોન અને 4000થી વધુ જવાનો

દિલ્હી પોલીસે સમગ્ર રામલીલા મેદાનને 14 સુરક્ષા ઝોનમાં વહેંચી દીધું છે. દરેક ઝોનની કમાન ACP રેન્કના અધિકારી સંભાળી રહ્યા છે. 4000 થી વધુ પોલીસકર્મીઓ અને CAPF ની ટુકડીઓ ખડેપગે છે. કેન્દ્ર સરકારે દિલ્હીમાં સીએપીએફ (CAPF) ની 270 કંપનીઓની તૈનાતી 16 નવેમ્બર સુધી લંબાવી છે.

ભાજપ અને શીખ સમુદાયનો વિરોધ

વિપક્ષની આ રેલી સામે સિખ સમુદાય અને ભાજપ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. રવિવારે સિખ સમુદાય દ્વારા પણ માર્ચ કાઢવાનું આયોજન કરાયું છે.

માર્ચનો રૂટ અને 10 લાખના વિરોધાભાસી દાવા

આ રેલી કનોટ પ્લેસથી શરૂ થઈને મિંટો રોડ જંક્શન અને અજમેરી ગેટ થઈને રામલીલા મેદાન પહોંચશે. આયોજકો (કોંગ્રેસ/વિપક્ષ) દ્વારા રેલીમાં 10 લાખ લોકો એકઠા થવાનો દાવો કરાયો છે, જ્યારે દિલ્હી પોલીસના ઇન્ટેલિજન્સ ઇનપુટ મુજબ આશરે 70 હજાર લોકો પહોંચવાની શક્યતા છે. શનિવારે પોલીસ કમિશનર અનુરાગ કુમાર અને સ્પેશિયલ કમિશનર દેવેન્દ્ર ચંદ શ્રીવાસ્તવે સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી હતી.

200 થી વધુ CCTV અને મેટલ ડિટેક્ટરથી ચેકિંગ

મેદાન અને આસપાસના વિસ્તારોમાં 200 થી વધુ CCTV કેમેરા, બોડી-વોર્ન કેમેરા અને એન્ટી-રાયટ વ્હીકલ તૈનાત કરાયા છે. પ્રવેશદ્વાર પર મેટલ ડિટેક્ટરથી સઘન તપાસ બાદ જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

વેપારીઓનો વિરોધ અને રાહુલ ગાંધીની અપીલ

દિલ્હીના વેપારી સંગઠન CTI એ રેલી સામે વિરોધ વ્યક્ત કરતા રાહુલ ગાંધીને અપીલ કરી હતી કે તહેવારોની મોસમમાં વેપારીઓને નુકસાન ન પહોંચાડે. જેના જવાબમાં રાહુલ ગાંધીએ દિલ્હી આવતા લાખો કાર્યકર્તાઓને અપીલ કરી છે કે તેઓ રેલીની સાથે સાથે દિલ્હીના સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદી પણ કરે જેથી તેમને ફાયદો થાય.

આ સમાચાર શેર કરો

જાહેરાત