Video: AFTERNOON NEWS/ ભારતની એશિયા પાવર ઈન્ડેક્સના ટોપ-3 દેશોમાં એન્ટ્રી,સીમાંકન બિલનું NDAનું સપનું અધૂરું રહેશે- વિપક્ષ

સોર્સ: gstv

1) જાપાન-રશિયાને પછાડી ભારતની એશિયા પાવર ઈન્ડેક્સના ટોપ-3 દેશોમાં એન્ટ્રી

એશિયા પાવર ઇન્ડેક્સ 2026'માં ભારતે 40.5 સ્કોર સાથે ત્રીજું સ્થાન મેળવ્યું છે. આ યાદીમાં ભારતથી આગળ માત્ર અમેરિકા (78.9) અને ચીન (73.6) છે. જાપાન (38.6) અને રશિયા (32.2) જેવા દેશો ભારતથી પાછળ રહ્યા છે. 

જાહેરાત

2) લિબિયામાં રશિયન યુદ્ધજહાજ પર ડ્રોન હુમલો; જહાજ પલટીને ડૂબ્યું

લિબિયાના બેન્ગાઝીમાં રશિયન યુદ્ધજહાજ પર દરિયાઈ ડ્રોન દ્વારા હુમલો થયો. બે ડ્રોનની જહાજ સાથે ટક્કર થતા તેમાં આગ લાગી ગઈ. લિબિયાના અધિકારીઓને શંકા છે કે આ હુમલા પાછળ યુક્રેનનો હાથ 

3) સીમાંકન બિલનું NDAનું સપનું અધૂરું રહેશે- વિપક્ષ

સરકારશિયાળુ સત્રમાં પરિસીમન બિલ લાવવાની તૈયારીમાં છે, જેને પસાર કરાવવા 2/3 બહુમતી અનિવાર્ય છે. વિપક્ષે દાવો કર્યો છે કે સરકાર પાસે 40-50 સાંસદો ઓછા છે. સંજય રાઉતે સાંસદોને ખરીદવા 150 કરોડ રૂપિયાનો આરોપ લગાવ્યો છે,

4) CJPએ ભાજપની દુઃખતી નસ દબાવી, કહ્યું આ કલમ  હટાવો

ગોવામાં આગામી વિધાનસભા ચૂંટણી પૂર્વે 'કોકરોચ જનતા પાર્ટી' (CJP)એ ભાજપ સરકાર સામે મોરચો માંડ્યો છે. પાર્ટીના સ્થાપક અભિજિત દીપકેએ જણાવ્યું કે, તેમની પાર્ટી ગોવામાં રહીને પ્રેશર ગ્રુપ તરીકે કામ કરશે અને સરકારને સવાલો પૂછશે

5) પાણી વહી ગયા બાદ પાળ બાંધવા નીકળ્યું તંત્ર

સુરેન્દ્રનગર જિલ્લાનું વહિવટી તંત્ર પાણી વહી ગયા  બાદ પાળ બાંધવા નિકળ્યું છે.. એક તરફ પાણી વહી જવાથી નુકસાન અને બીજી તરફ પીવાના પાણી માટે લોકોની હિજરતની સ્થિતિ સર્જાઈ છે ત્યારે તંત્રને મોડે મોડે જળ સંગ્રહની યાદ આવી છે.

6) દાહોદમાં બેફામ કારે 5 વાહનોને મારી ટક્કર

દાહોદના ઠક્કર ફળિયામાં પૂરઝડપે આવેલી કારે બે રિક્ષા અને ત્રણ ટુ-વ્હીલરને અડફેટે લેતાં એક મહિલા ઘાયલ થઈ, ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા.

આ સમાચાર શેર કરો

જાહેરાત