Video: AFTERNOON NEWS/ જિનપિંગ-ટ્રમ્પ સાથે પુતિનની બેઠક વખતે જ યુક્રેનનો હુમલો,ગોપાલપુર દરિયાકાંઠે ચક્રવાત અકવાનની અસર

સોર્સ: gstv

1) જિનપિંગ-ટ્રમ્પ સાથે પુતિનની બેઠક વખતે જ યુક્રેનનો હુમલો

યુક્રેને છેલ્લા 4 દિવસમાં ત્રીજી વખત રશિયા અને ક્રિમિયાને જોડતા પુલ પર હવાઈ હુમલો કર્યો છે. ચીનમાં ત્રિપક્ષીય બેઠક દરમિયાન જ આ હુમલો થતાં રશિયન રાષ્ટ્રપતિ પુતિન ગુસ્સે ભરાયા

જાહેરાત

2) બાંગ્લાદેશ ભડકે બળતાં PM રહેમાન ભારત પર ખિજાયા

બાંગ્લાદેશમાં શાંતિ સ્થાપવામાં નિષ્ફળ રહેલા વડાપ્રધાન તારિક રહેમાને પોતાની નિષ્ફળતાનું ઠીકરું ભારત પર ફોડવાનો પ્રયાસ કર્યો છે. તેમણે પૂર્વ PM શેખ હસીનાના નામે ભારતને બદનામ કરતા આરોપ લગાવ્યો કે, સત્તા પરથી બેદખલ થયેલી અવામી લીગ પાર્ટી દેશમાં અશાંતિ ફેલાવી રહી છે. 

3) ગોપાલપુર દરિયાકાંઠે ચક્રવાત અકવાનની અસર

ઓડિશાના ગોપાલપુર દરિયાકાંઠે ચક્રવાત અકવાનની અસર જોવા મળી રહી છે. લેન્ડફોલ પ્રક્રિયા શરૂ થતાં દરિયામાં ઊંચાં મોજાં ઉછળ્યાં છે.

4) પ્રાઈવેટ બાઇક-સ્કૂટરને પણ ટેક્સીની જેમ ચલાવવા નીતિન ગડકરીનું ગ્રીન સિગ્નલ

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ તમામ રાજ્યોને ખાનગી બાઇક-સ્કૂટરને Rapido, Uber, Ola જેવા પ્લેટફોર્મ પર બાઇક ટેક્સી તરીકે ચલાવવાની મંજૂરી આપવા અપીલ કરી છે. ટુ-વ્હીલર માલિકોને વધારાની આવક અને રોજગારી મળશે

5) ગુજરાત પોલીસમાં 2,900થી વધુ જગ્યા પર મેગા ભરતી

ગુજરાત પોલીસ દળમાં 2,900થી વધુ જગ્યાઓ માટે ભરતીની સત્તાવાર જાહેરાત થઈ છે. ખાખી વર્દીનું સપનું જોતા યુવાનોનું સ્વપ્ન સાકાર થશે. બિનહથિયારી, હથિયારી અને SRPF કોન્સ્ટેબલ સહિત વિવિધ સંવર્ગની જગ્યાઓ ભરાશે. 

6) જૂનાગઢમાં લીલી પરિક્રમાનો ભવ્ય પ્રારંભ
જૂનાગઢમાં લીલી પરિક્રમાનો ભવ્ય પ્રારંભ થયો છે અને આગામી ચાર દિવસમાં લાખો ભાવિકો પરિક્રમા કરશે.. ભક્તોના ભારે ધસારાને જોતા 15 કલાક વહેલી પરિક્રમા શરૂ કરી દેવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત