Video: NEWS AFTERNOON / ટ્રમ્પે કર્યા ભારતની આર્થિક નીતિના વખાણ, રાજસ્થાન પંચાયત ચૂંટણીમાં કોંગ્રેસનો દબદબો, સિંહણના હુમલામાં ખેતમજૂરનું મોત

ટ્રમ્પે કર્યા ભારતની આર્થિક નીતિના વખાણ
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના ઓછા વ્યાજદર અને ૭ ટકા જીડીપી ગ્રોથના વખાણ કર્યા છે. યુએસ સેન્ટ્રલ બેંક પર પ્રહાર કરતા ટ્રમ્પે કહ્યું કે જો અમેરિકા ભારત જેવી નીતિ અપનાવે, તો તેનો જીડીપી ગ્રોથ ૨૦ ટકા સુધી પહોંચી શકે છે.
પેરુમાં ૬.૭ની તીવ્રતાનો ભૂકંપ
દક્ષિણ અમેરિકન દેશ પેરુના કારહુઆમાયો નજીક ૬.૭ની તીવ્રતાનો ભૂકંપ આવતા રાજધાની લીમા સુધી આંચકા અનુભવાયા હતા. ડરના માર્યા લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા, જોકે સદનસીબે હજુ સુધી કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી.
રાજસ્થાન પંચાયત ચૂંટણીમાં કોંગ્રેસનો દબદબો
રાજસ્થાન જિલ્લા પરિષદ અને પંચાયત ચૂંટણીમાં કોંગ્રેસે જયપુર અને જોધપુર સહિતના મોટા જિલ્લાઓમાં બહુમતી મેળવી છે. ભાજપને ઉદયપુર અને અજમેરમાં જીત મળી છે, જ્યારે અમુક જિલ્લાઓમાં અપક્ષો કિંગમેકર બન્યા છે.
રાજકોટ રેલવે પોલીસની બેદરકારી
રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનમાં બાળક ગુમ થયાની ફરિયાદ કરવા ગયેલા પરિવારને પોલીસકર્મીઓએ ખાટલા પર સૂતા-સૂતા જ ઉડાઉ જવાબ આપ્યો હતો. સંવેદનહીનતાનો આ વીડિયો વાયરલ થતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.
સિંહણના હુમલામાં ખેતમજૂરનું મોત
જૂનાગઢના વિસાવદર તાલુકાના રબારીકા ગામે ખેતરમાં પાણી વાળી રહેલા વેલજીભાઈ દાફડા નામના આધેડ પર સિંહણે હુમલો કરી ફાડી ખાધા હતા. આ કરુણ ઘટનાને પગલે વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પંથકમાં ભયનો માહોલ છે.









