Video: PF ખાતાધારકો માટે ખુશખબર: હવે 90% સુધી ઉપાડી શકાશે રકમ, નોકરી છૂટ્યાના 2 મહિનામાં જ મળશે પૈસા; જાણો EPFOના નવા નિયમો

સોર્સ: gstv

નોકરીયાત વર્ગ માટે EPFOએ પ્રોવિડન્ટ ફંડ ઉપાડના નિયમોમાં મોટી રાહત આપતા 55 વર્ષથી ઓછી ઉંમરના કર્મચારીઓ માટે આંશિક ઉપાડની મર્યાદા 75 ટકાથી વધારીને 90 ટકા કરી દીધી છે. હવે નોકરી છૂટી ગયા બાદ PF ઉપાડવા માટે 1 વર્ષને બદલે માત્ર 2 મહિના જ રાહ જોવી પડશે, અને ખાતામાં લઘુત્તમ 10 ટકા બેલેન્સ રાખીને બાકીની રકમ ઉપાડી શકાશે. કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સિસ્ટમેટિક વિડ્રોઅલ પ્લાનને મંજૂરી અપાઈ છે, જેનાથી સભ્યો એકસાથે રકમ ઉપાડવાને બદલે માસિક, ત્રિમાસિક કે છ માસિક હપ્તામાં પણ વ્યાજ સાથે પૈસા મેળવી શકશે. આ ઉપરાંત સર્વિસ સેક્ટરના કર્મચારીઓને ગ્રાહકો તરફથી મળતી ટિપની રકમ પણ હવે UAN મારફતે સીધી તેમના PF ખાતામાં જમા થઈ શકશે. નવી આઈટી સિસ્ટમના કારણે હવે 71 ટકા ક્લેમ ઓટોમેટિક પ્રોસેસ થઈ રહ્યા છે અને સેટલમેન્ટનો સમય પણ ઘટીને માત્ર અઢી દિવસ જેટલો થઈ ગયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત