Video: રાજસ્થાનના સીકરમાં બાબા શ્યામના મેળામાં ભીષણ આગ, ભોજનાલયમાં ચાર ગેસ સિલિન્ડર બ્લાસ્ટ

સોર્સ: gstv

રાજસ્થાનના સીકર જિલ્લામાં બાબા શ્યામના જન્મોત્સવ મેળા દરમિયાન 'નંદ ભોજનાલય'માં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં ભોજનાલયમાં રાખેલા ચાર ગેસ સિલિન્ડરમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો, જેના અવાજથી સમગ્ર વિસ્તાર ધ્રૂજી ઉઠ્યો હતો. મેળામાં લાખો શ્રદ્ધાળુઓની ભીડ હોવાને કારણે ઘટનાસ્થળે થોડા સમય માટે નાસભાગ જેવો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ અને પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે વહીવટીતંત્રની સમયસૂચકતાને કારણે કોઈ મોટી જાનહાનિ ટળી હતી, જોકે ભોજનાલયનો સામાન બળીને ખાખ થઈ ગયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત