Video: બાબા શ્યામના જન્મોત્સવે ખાટુધામમાં ભક્તોનું ઘોડાપૂર, દર્શન માટે ઉમટ્યા હજારો શ્રદ્ધાળુઓ

રાજસ્થાનના સીકર જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ ખાટુ ધામ ખાતે બાબા શ્યામના જન્મોત્સવ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. દેશના ખૂણેખૂણેથી લાખો શ્રદ્ધાળુઓ બાબા શ્યામના દર્શન કરવા અને આશીર્વાદ લેવા માટે ખાટુનગરી પહોંચ્યા છે. જન્મોત્સવના પાવન અવસર પર મંદિર પરિસરને રંગબેરંગી ફૂલો અને આકર્ષક રોશનીથી દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. 'હારે કા સહારા બાબા શ્યામ હમારા'ના જયઘોષથી સમગ્ર ખાટુ નગરી ભક્તિમય બની ગઈ છે અને ભક્તો લાંબી કતારોમાં ઉભા રહીને દર્શન કરી રહ્યા છે. ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસન અને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા તેમજ વ્યવસ્થા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
જાહેરાત













