Video: બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનને ધમકી, બાબા સિદ્દીકી હત્યા કેસના આરોપીનું નામ સામે આવ્યું

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનને ધમકી મળ્યાની માહિતી સામે આવી છે. મુંબઈ પોલીસના સૂત્રોએ જણાવ્યું છે કે સૈફ અલી ખાનને કથિત રીતે જીશાન અખ્તર તરફથી ધમકી આપવામાં આવી છે. જીશાન અખ્તર બાબા સિદ્દીકી હત્યા કેસમાં વોન્ટેડ આરોપી છે. જોકે, આ ધમકી ખરેખર જીશાન અખ્તરે આપી છે કે પછી કોઈ અન્ય વ્યક્તિ તેના નામનો ઉપયોગ કરી રહી છે, તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. ઘટનાની જાણ થતાં જ મુંબઈ પોલીસ સક્રિય થઈ છે અને ધમકી આપનાર વ્યક્તિની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.
જાહેરાત













