Video: એકનાથ શિંદેના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાવાની ઘટના સામે આવી છે. પંઢરપુરથી મુંબઈ જવા માટે રવાના થયેલા હેલિકોપ્ટરમાં ઉડાન દરમિયાન ટેકનિકલ સમસ્યા સર્જાઈ હતી. જેના પગલે હેલિકોપ્ટરને આગળની મુસાફરી માટે રોકવામાં આવ્યું હતું. ઘટનાને પગલે હેલિકોપ્ટરની ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. ટેકનિકલ ખામીના કારણે એકનાથ શિંદેની મુસાફરીના કાર્યક્રમમાં ફેરફાર થયો હતો.
જાહેરાત













